________________
ભાષાંતર.
પ૭
અનેક દોષ બતાવ્યા). રાજાએ પણ પોતાની બુદ્ધિથી તે કાવ્યમાંનાં દૂષણે સુધાય,એટલે મંત્રીએ પુન: વિશેષતાથી તેમાં પદે પદે દૂષણ બતાવ્યું. આ પ્રમાણે ગુણદેષના વિચારથી, વિદ્યાના મદથી ઉશ્કેરાઈ ગયેલા ચિત્તવાળા એવા તે બંનેને બહુ વખત સુધી એક ભયંકર વિવાદ ચાલ્યા. પછી રાજાએ કેપ કરીને તેના બંને હાથ બંધાવીને રાત્રે તે સચિવને ગંગાનદીના પય:પૂરમાં નાખી દીધો, પણ પૂર્વના પુણ્યયોગે તે સ્થલ ઉપર પડ્યો. કારણ કે પ્રાણુને એક ધર્મજ - વત્ર સહાયકારક હોય છે. હવે ત્યાં રહેલા મંત્રીએ વિચાર કર્યો કે –“કવિ કવિને સહન ન કરી શકે–આ લેકરૂઢિ રાજાએ સત્ય કરી બતાવી.” કહ્યું છે કે – "शिष्टाय दुष्टो विरताय कामी, निसर्गतो जागरूकाय चौरः । धार्थिने कुध्यति पापवृत्तिः, शूराय भीरुः कवयं कविश्व" ॥१॥
શિષ્ટજન દુષ્ટ, વતીપર કામી, જાગનાર પર ચેર, ધમી પર પાપી, શૂરવીરપર બીકણુ અને કવિપર કવિ-એ સ્વાભાવિક રીતે ઈર્ષ્યાળુ હોય છે.” પછી ઉપરના પ્રદેશમાં વધારે વૃષ્ટિ થવાથી અક
સ્માત્ ત્યાં દુરૂત્તર પાણીને પૂર આવ્યું. એટલે તેમાં તણાતાં તણાતાં તે મંત્રી હૃદયમાં આનંદ આપે તેવું આ પ્રાકૃત પદ્ય –
રતિ બેન વીરા, જેમાં તiાતિ વાચવા તરસ એ મારિસ્સામાં, ના સરળગો માં” | 8 ||
જેનાથી બીયાં ઉગે છે અને વૃક્ષે તૃપ્ત થઈ વૃદ્ધિ પામે છે, તેની અંદર મારે મરવું પડશે, માટે શરણથી ભય ઉત્પન્ન થયું.” આ ગાથાના પ્રભાવથી મંત્રિના આશ્રિત ભૂમિભાગને છોડી દઈને પાણી નીચે નીચે થઈને જવા લાગ્યું. તે વખતે અધમાગે જતા જળને જોઈને તે વિસ્મય પામી પુન: સુસ્થ મનથી આ પ્રમાણે એક લોક બોલ્યા:– "शैत्यं नाम गुणस्तवैव भवतः स्वाभाविकी स्वच्छता, किं ब्रूमः शुचितां व्रजंत्यशुचयः संगेन यस्यापरे ।