________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
સ્ત્રીલેચનની પાપણો જેવા ચંચલ એવા તે વાંદરાઓની સાથે આસક્ત થઈને રમત એ તે રાજા પણ પિતાનું હિત ભૂલી ગયે. રાજાને પ્રસાદ પ્રાપ્ત કરેલ હોવાથી નગરમાં ઉપદ્રવ કરતાં પણ રાજભયથી તે વાંદરાઓનું કઈ નામ લઈ શકતું નહિ.
હવે રાજાએ અંતઃપુરની કીડાને માટે ચંપક, અશોક, પુન્નાગ, નારંગ, કદલી, તાલ, તમાલ, હિંતાલ વિગેરે વૃક્ષો અને ચારે બાજુના કિલ્લાથી સુશોભિત, ભદ્રશાલવનની સમાન મનહર શેભાવાળું એવું એક નૂતન ઉદ્યાન કરાવ્યું. તે વનમાં રાજા નિરંતર પિતાની રાણીઓ સાથે હંસીઓ સાથે હંસની જેમ હર્ષઘેલા થઈને લીલા કરવા લાગ્યા. એકદા તે વનમાં મદિરાપાનથી મત્ત બનેલા અને ચપલ એવા વાંદરાઓ ક્યાંકથી આવીને વૃક્ષોને નાશ કરવા લાગ્યા. સર્વ તઃ ઉદ્યાનની શેભાનો વંશ કરનારા અને મદેન્મત્ત થયેલા એવા તેઓ વનપાલકની લેશ પણ ધાસ્તી રાખતા ન હતા. વાંદરાઓની દુષ્ટ ચેષ્ટાઓથી શોભા રહિત થયેલ વનને જોઈને દિલગીર થયેલા વ નપાલકોએ રાજાને તે વાત નિવેદન કરી. તે સાંભળીને યમની જેમ કુપિત થઈને વનની રક્ષા કરવાને પોતાના ખેલાડી વાંદરાઓ ત્યાં મેકલ્યા. સમાન શીલવાળા અને સજાતીય એવા તે વાંદરાઓની સાથે ઘણે કાલે મળવાથી આનંદમગ્ન થઈને અત્યંત ભાંગતોડ કરતા એવા તે વાંદરાઓ પણ તાડની મદિરા પીને તેવીજ રીતે ચેષ્ટા કરવા લાગ્યા અને કૃતઘની જેમ રાજાને ઉપકાર તેઓ ભૂલી ગયા. અન્યાય કરવાવાળા છતાં રાજાના પ્રસાદપાત્ર હોવાથી તે વનવાસીઓને લેશ પણ શિક્ષા કરવાને કઈ સમર્થન હતું. કારણકે –
“ના વા ન માન્યો વા, વાવો મત
तदा सामान्यलोकेन, निषेद्धं शक्यते कथम्?" ॥१॥
“રાજા પિતે યા તો કેઈ રાજમાન્ય જ્યારે અન્યાય કરવા - ત્પર થાય, તે સામાન્ય લકથી તેને અટકાવ કેમ થઈ શકે?” આ પ્રમાણે વાંદરાઓનું ચેષ્ટિત જોઈને કેઈક ઉદ્યાનપાલક તે વખતે આ એક ગાથા છેલ્યો:–