________________
ભાષાંતર.
૧e
સાધુમાં સાધુસંજ્ઞા, સાધુમાં અસાધુસંજ્ઞા, ઉસૂત્રમાં સૂત્રસંજ્ઞા અને સૂત્રમાં ઉત્સવસંજ્ઞા. તેજ પાંચ પ્રકારે મિથ્યાત્વ આ પ્રમાણે છે --
"आभिग्गहियं अभिग्गहियं, तह अभिनिवेसि चेव । સિંચબામાં, પિત્ત વા મળ” | I.
આભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ-એ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે.” દેવપૂજા, તપ, દાન અને શીલ વિગેરે જે સમ્યકત્વ સાથે આચરેલા હેય, તેજ તે માણુ સને યથાર્થ રીતે ફળદાયક થાય છે. કહ્યું છે કે -- "दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतधारणं च, सम्यक्त्वमूलानि महाफलानि" ॥१॥
દાન, શીલ, તપ, સત્તીર્થયાત્રા, શ્રેષ્ઠદયા, સુશ્રાવકપણું અને વ્રતધારણ વિગેરે જે સમ્યકત્વ મૂળપૂર્વક હય, તે મહાફળ આપવાવાળા થાય છે.” શંકારહિત આઠ આચારથી જેનું અંતઃકરણ પવિત્ર થયેલું છે, તેજ સજનમાં સમ્યગ્દષ્ટિ તરીકે પ્રસિદ્ધ થાય છે. જેમ જેમ જિનેશ્વર અને સદ્ગુરૂની ભાવપૂર્વક ભક્તિ થાય છે, તેમ તેમ સમ્યકત્વની નિર્મલતા વધતી જાય છે. પાંચ અતિચારને વર્જવાથી જેનું સમ્યકત્વ શુદ્ધ થયેલું છે, તે ભવોભવ અધિક અધિક સુખને પામે છે, અને તે નિંદ્રપદ, ચકવત્તિપદ, ઇંદ્રપદ, મોટું રાજ્યપદ અને છેવટે શિવપદ પણ પ્રાપ્ત કરી શકે છે.”
આ પ્રમાણે તત્વને પ્રકાશ કરવામાં દીપિકાસમાન એવી જિનેશ્વરની દેશના સાંભળીને મિથ્યાત્વ અંધકારને દવંસ થવાથી જેનું હૃદય વિશુદ્ધ થયું છે એવા શ્રેણિક રાજાએ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને સાત પ્રકૃતિને ક્ષય કરી ક્ષાયિક સમ્યકત્વને દઢ કર્યું. તે વખતે અહદાસ શેઠ પણ દીપક સમ્યકત્વને નિર્મળ કરી જગદગુરૂને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્ય:-“હે નાથ ! એપશમિક વિગેરે સમ્યકત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કૃપા