________________
૩૮ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
~ અજ્ઞાનભાવથી, પ્રમાદથી કે ઉપેક્ષાથી કાર્યને વિનાશ થતાં પાણુ ગયા પછી પાળ બાંધવાની જેમ માણસને સમસ્ત પ્રયાસ વિફલ થાય છે.” તથાપિ તમે તમારા શરીરના સાંધાઓ શિથિલ કરી મૃતની જેમ પડ્યા રહે. નહિ તો એ વ્યાધ તમારૂં ગળું મરડી નાખશે.” તે બિચારાઓએ તેના કહ્યા પ્રમાણે કર્યું. કારણ કે મૂર્ખ લેકે તે હાર્યા પછી જ માને છે. હવે પ્રાત:કાલે તેમને લેવાને માટે તે શિકારી ત્યાં આવ્યું, અને ચેષ્ટારહિત એવા તે રાજહંસોને મૃતવત જાણીને તે મૂહાત્માએ પણ તેમને વૃક્ષની નીચે લાવીને મૂક્યા. પછી જેટલામાં તેણે જમીનપર તેમને મૂક્યા, તેટલામાં તે સર્વે વૃદ્વના કહ્યા પ્રમાણે ઉડીને ચારે દિશાઓમાં ચાલ્યા ગયા, એટલે તે વ્યાધ પણ નિરાશ થઈને પોતાને ઘેર ચાલ્યા ગયે. કારણ કે પાપીએના પ્રાય: સંપૂર્ણ મનોરથ થતા નથી. પછી પ્રમોદથી મધુર - ધુર બોલતા એવા તે પક્ષીઓ વૃદ્ધ રાજહંસના ચરણકમળને પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા:–“હે વિલે ! આપના પ્રસાદરૂપ પીયૂષની અખંડધારાના અભિષેકથી અમે ભુવનમાં વલ્લભ એવું જીવન પામ્યા. અહો ! મહૈષધરસની જેમ શરૂઆતમાં વૃદ્ધપદેશ કટુતાયુક્ત લાગે છે, પણ પરિણામે તે તે શીતલ હોય છે. અત્યંત સ્વાદુ અને શીત તથા સુધાસમાન એવા વૃદ્ધપદેશનું જે સુજ્ઞ માણસે આદરપૂર્વક પાન (શ્રવણ) કરે છે, તેઓ ચંદ્રગુપ્તરાજાની જેમ રાજ્ય, જીવિત અને સમૃદ્ધિનાં સુખો સત્વર પ્રાપ્ત કરી શકે છે. કહ્યું છે કે – " वृद्धवाक्यं सदा कार्य, प्राज्ञैश्च गुणशालिभिः ।। પર હંતાન ને વદ્વાન, વાયેન મોવિતાન” શા
પ્રાસજન અને ગુણીજનોએ સદા વૃદ્ધના કહ્યા પ્રમાણે કરવું. જુઓ, વનમાં બંધાઈ ગયેલા હંસે વૃદ્ધવાકયથી મુક્ત થયા.” પછી સ્વેચ્છાએ આનંદ કરનારા અને વૃદ્ધાપદેશ પાળવામાં નિષ્ઠાવાળા એવા તે હંસે તે વખતે આ પ્રમાણે એકલેક બેલ્યા:
“વિભે આણામ
એવા ની અખંડધારા