________________
ભાષાંતર.
૪૭
કરાવી. ત્રીજે દિવસે પણ વિવિધ ઉપાય અને યત્ન કરી સ્થિર કરતાં પણ જ્યારે તે તેવી જ રીતે પડી ગઈ, ત્યારે રાજાએ બહાર રહીનેજ પ્રધાન વિગેરેને પૂછયું કે;–“હવે આ શી રીતે સ્થિર થાય?” પછી પરસ્પર વિચાર કરીને તેમણે રાજાને નિવેદન કર્યું કે –“હે દેવ ! દિવ્યચક્ષુવાળા નિમિત્તજ્ઞ પુરૂષે એમ કહે છે કે–નગરના અધિષ્ઠાયકનો તમારી ઉપર કેપ થવાથી તે બલિદાન લેવાની ઈચ્છાથી દરરોજ એ પ્રતલીને પાડી નાખે છે,” માટે હે રાજન્ ! જે એક મનુષ્યનું બલિદાન એને આપવામાં આવે, તોજ એ પ્રતેલિકા નિશ્ચિલ થાય તેમ છે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને રાજા - નમાં વિચારવા લાગ્યો કે –“અહો! આ પાપીઓની કેટલી બધી મૂખોઈ છે? અહંકચનરૂપ દીપક જેમના આંતરતમ–અજ્ઞાનને ભેદતો નથી, તે પંડિતે પણ પ્રાય: અજ્ઞ સમજવા. મિથ્યાત્વરૂપ અંધકારમાં મુંઝાઈ ગયેલા પ્રાણુઓ સમ્યગ્માર્ગને ન જાણતાં મધ પીનારાઓની જેમ વિવેક રહિત ચેષ્ટા કરે છે.” આ પ્રમાણે ચિંતવને કૃપારૂપ સુધાથી સંકલિત એવા રાજાએ તેમને કહ્યું કે –“જેને માટે દુર્ગતિ આપવાવાળી એવી જીવહિંસા કરવામાં આવે, તેવા એ નગરથી વિષની જેમ મારે કાંઈ પ્રજન નથી. કારણ કે કાનને છેદી નાખનાર સુવર્ણની શોભા શા કામની? નરકમાં ઘસડી જનાર એક જીવવધના પાતકથી સુવર્ણ કેટીનું દાન કરતાં પણ માણસ શુદ્ધ ન થઈ શકે. કહ્યું છે કે:" मेरुगिरिकणयदाणं, धन्नाणं देइ कोडिरासिओ। ફ વહે જીવં, ને સુ તે પvi” શા.
માણસ મેરૂપર્વતના જેટલા સુવર્ણનું દાન આપે, અથવા ધનની કટિઓ આપે, તે પણ એક જીવના વધથી થયેલ પાપથી તે મુક્ત થઈ શકતો નથી.” માટે સર્વ પ્રજા સહિત હું જ્યાં આવાસ કરીશ, ત્યાં વિચિત્ર આવાસથી વિભૂષિત એવું નગર બની રહેશે. જે કઈ મતિમાન્ પુરૂષ પોતાના હિતની ઈચ્છા રાખે છે, તેણે મન, વચન અને કાયાથી જીવરક્ષા કરવી. કહ્યું છે કે –