________________
ભાષાંતર.
"जेण भिकं बलिं देमि, जेण पोसेमि अप्पयं ।
તેન #હિયા મ, ના સગો મ” III
“જેના પ્રતાપે હું ભિક્ષુકને દાન દઉં છું અને જેના પ્રતાપે હું મારા પિંડનું પોષણ કરું છું, તેણે મારી કટી ભાંગી નાખી. અહો ! મને શરણથી ભય ઉત્પન્ન થયું.”
આ પ્રમાણે કથાના મિષથી તે દુર્ગપાલે પુનઃ પિતાને અભિપ્રાયજ સૂચિત કર્યો, છતાં અદેખાઈથી અંધ થયેલા અંત:કરણવાળા એવા રાજાએ તે તરફ લક્ષ્ય ન દીધું. એ રીતે સર્વ સભાજનને રસભાજન બનાવીને રાજાને પ્રણામ કરી તે પોતાને ઘેર ગયે. રાજા પણ સચિવ વિગેરેની સાથે રાજ્યકારભારની મસલત કરીને થોડીવાર સભામાં બેસી પિતાના મહેલમાં ચાલ્યો ગયો.
હવે ત્રીજે દિવસે સભામાં આવીને રાજાએ તેવીજ રીતે ઈષ્યયુક્ત ચિત્તથી તેને પૂછ્યું, એટલે તે આ પ્રમાણે કથા કહેવા લાગ્યું –
સુધર્મરાજાની કથા. “આજ ભરતક્ષેત્રમાં વસુધાવધૂના તિલક સમાન અને સમસ્ત કલ્યાણથી પરિપૂર્ણ એવો પંચાલ નામનો દેશ છે. ત્યાં સ્વર્ગલેકની એક પ્રગટ વર્ણિકારૂપ, માણસના આનંદનું એક સ્થાન અને ભૂલોકરૂપ કમળની એક કર્ણિકા સમાન એવું વરશક્તિ નામનું નગર છે. ત્યાં કૃપાલુ જનમાં મંડળરૂપ અને સુમનવ્રજમાં (દેવગ
માં) ધર્મેદ્રની માફક અગ્રેસર એવો સુધર્મ નામને ભૂપાલ હતું. જે રાજા જેન સાધુની જેમ પ્રજાપ (પ્રજાપાલક-પ્રકર્ષ જાપ કરનાર ) સમિતિપ્ર૪– રાજસભામાં અગ્રેસર-પાંચ સમિતિયુક્ત) ક્ષમાભાર ધુરંધર (પૃથ્વીને ભાર ઉપાડવામાં સમર્થ –ક્ષમા ધારણ કરવામાં ધુરંધર) અને ધર્મવંત (ધનુર્ધારી) પુરૂષમાં મુખ્ય હતે. જેના સમ્યકત્વથી વાસિત અને વિમલ એવા જેના માનસમાં ( સરેવરમાં ) જિનધર્મરૂપ રાજહંસ સદા લીલા કરી રહ્યા હતા. જે પુણ્યવંત રાજા અહપૂજા, દયા, દાન, તીર્થયાત્રા અને એગ્ય વડીલેની ભક્તિ વિગેરે કરવાથી જૈન શાસનનું