________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
મુનિઓ કરતાં પણ એ પ્રજાપતિપણાથી શા માટે પ્રશસ્ય ન થાય? - તે પિતાની આજીવિકાને માટે નગરની પાસેની એકજ માટીની ખા
ણમાંથી મૃત્તિકા લાવી લાવીને નિરંતર સુશોભિત ભાજને બનાવીને મધુર બેલનાર એ તે વિવિધ વસ્તુઓને બદલે તે વેચે છે. એકદા શમરૂપ જળના સાગર અને જ્ઞાનવંત તથા કિયાવંતમાં શ્રેષ્ઠ એવા કેઈ સાધુ સાયંકાળે નિવાસને માટે તેને ઘેર આવ્યા. વિનયથી તેમને નમસ્કાર કરીને શુભ ભાવથી સેવા કરતાં તે કુંભકારે તેમને પુણ્યપાપનું સ્વરૂપ પૂછયું, એટલે કરૂણારૂપ ક્ષીરના સાગર એવા તે મને હર્ષિ તેને કહેવા લાગ્યા કે –“હે ભદ્ર! આ તારી જિજ્ઞાસા આ સન્નસિદ્ધિપણાને સૂચવનારી છે. અજ્ઞાન કષ્ટથી ક્રિયાનુષ્ઠાન કરવામાં તત્પર અને સારાસારને વિચાર કરવામાં જડબુદ્ધિવાળા એવા પ્રાશુઓ ધર્મના નામે અધર્મનુંજ સેવન કરે છે. કહ્યું છે કે – " धर्मार्थ क्लिश्यते लोको, न च धर्म परीक्षते । कृष्णं नीलं सितं रक्तं, कीदृशं धर्मलक्षणम् "॥१॥
ધર્મને અર્થે લેક કલેશ સહન કરે છે, પણ ધર્મનું લક્ષણ કૃષ્ણ, નીલ, *વેત કે રક્ત, કેવું હોય છે ? તેની કેઈ તપાસ કરતા નથી.” કઈક વેદેને પ્રમાણ માને છે, કેઈક ઈશ્વરને જગત્કર્તા માને છે, કેઈક સ્નાન કરવામાં ધર્મ સમજે છે, કેઈક જાતિવાદના અભિમાનને ઉત્કૃષ્ટ માને છે અને કેઈક પાપનો નાશ કરવાને સંતાપ અને આરંભને મુખ્ય માને છે–જ્યાં જ્ઞાનને પ્રધ્વંસ થઈ ગયે છે એવી જડતાના એ પાંચ અંગો છે. જેઓ વધને ધર્મ, જળને તીર્થ, ગે-ગાયને નમસ્કાર કરવા ગ્ય, ગ્રહસ્થને ગુરૂ, અગ્નિને દેવ અને કાકપક્ષીને પાત્ર માને છે, તેઓની સાથે પરિચય કરે શા કામને? જે ધર્મને સંભવ અહિંસાથીજ છે, તે હિંસાથી કેમ સંભવે? કારણ કે પાણીથી ઉત્પન્ન થતા પઘો, અગ્નિથી કદી ઉત્પન્ન થતા નથી. વેદના મંત્રોચ્ચારપૂર્વક યજ્ઞમાં હોમેલા જંતુઓ જે સ્વર્ગે જતા હોય, તે સ્વર્ગની ઈચ્છાવાળા એવા ઈષ્ટ માતપિતાદિ