________________
ભાષાંતર.
૩૭
જનને સન્માર્ગને ઉપદેશ આપવા જતાં પ્રાયઃ તેને કેપનું કારણ થાય છે.” અત્યારે એઓ કદાચ નહિ માને પણ જ્યારે બુરું ફળ મળશે, ત્યારે સમજ આવી જશે.” આ પ્રમાણે બોલી તે વૃદ્ધ રાજહંસ વિચાર કરતો કઈ બીજા વૃક્ષ પર મૂંગે બેસી રહ્યો. વખત જતાં પક્ષીઓના ક્ષીણ થયેલા ભાગ્યને તેલતાંકુર વધીને વૃક્ષ ઉપર ફેલાઈ ગયે. એકદા કેઈ અધમ શિકારીએ પોતાના દુષ્ટ અભિપ્રાયથી તે લતામંડપને આધારે ચડીને ત્યાં જાળ માંડી. હવે તે હંસ પૃથ્વીપીઠ પર સ્વચ્છેદ રીતે ફરી ફરીને વિશ્રામ લેવાને માટે સાંજે પુન: તે વૃક્ષ પર આવ્યા. વિવેક વિનાના હૃદયવાળા જ જેમ સ્ત્રીઓના અંગ ઉપર પડે, તેમ કપટજાળની ખબર ન હોવાથી તેઓ તરત ત્યાં સપડાઈ ગયા. પછી પાશથી પરવશ થયેલા અને પકાર કરતા એવા તે સર્વેને એક બાજુ પરના વૃક્ષ પર બેઠેલા તે વૃદ્ધ રાજહંસે કહ્યું -“હે વત્સ ! અલ વિનાના એવા તમને અત્યારે મતિ આવી, પણ જે પૂર્વે મારે હિતેપદેશ માન્ય હેત, તે આ વખત ન આવત. કહ્યું છે કે – " वरं बुद्धिन सा विद्या, विद्यातो बुद्धिरुत्तमा ।
बुद्धिहीना विनश्यति, यथा ते सिंहकारकाः" ॥१॥
“વિદ્યા કરતાં બુદ્ધિ હમેશાં ઉત્તમ ગણાય છે. બુદ્ધિહીન માસેને તે સિંહ બનાવનારાઓની જેમ વિનાશ પામવાને વખત આવે છે.” સ્વચેષ્ટિતને ધિક્કારતા એવા તેઓ ગદ્ગદસ્વરે આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે તાત! હવે પ્રસન્ન થઈને અમને જીવવાને ઉપાય બતાવે.” આ સાંભળી તે દયાળુ અને ચતુરશિરોમણિ એ તે વૃદ્ધ રાજહંસ :–“હે વત્સ! પ્રજનને વિનાશ થતાં ઉપાય બહુ દુર્લભ હોય છે. કહ્યું છે કે – "अज्ञानभावादथवा प्रमादादुपेक्षणाद् व्यत्ययभाजि कार्ये । पुंसःप्रयासो विफलः समस्तो, गतोदके कः खलु सेतुबंधः ॥१॥