________________
ભાષાંતર.
વાત પણ દૈવયે તેમણે રાજાની મરજી મુજબ કબૂલ રાખી. કારણ કે લોકમાં પણ એવી પુરાતન કહેવત સાંભળવામાં આવે છે કે –
" तादृशी जायते बुद्धि-व्यवसायाश्च तादृशाः ।
સહાયાતાદશા શેયા, યાદશી વિતવ્યતા” | ૨ |
“જેવી ભવિતવ્યતા હોય તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેવા પ્રકારને ઉદ્યમ કરવાની મરજી થાય છે અને સહાયકે પણ તેવાજ પ્રકારના મળે છે.”
એક દિવસે તે ત્રણેએ સાથે કપટથી કેઈક ઈલાજ શેધીને રાત્રે રાજાના ભંડારમાં ચોરી કરી. ભંડારમાં જે સારી સારી વસ્તુઓ હતી, તે ગુણરીતે બીજા ઘરમાં રાખી મૂકી. પછી છાની રીતે જતાં જતાં તેમના પાપકર્મના ગે રાજાની બે મેજડી, મંત્રીની પોતાના નામવાળી મુદ્રિકા અને પુરોહિતની જઈ ત્યાંજ ભૂલથી રહી ગઈ. પછી પ્રાત:કાલે કપટના એક સ્થાનરૂપ એવા રાજાએ દુર્ગપાલને બેલાવીને અતિરેષ બતાવીને આ પ્રમાણે કહ્યું:–“રે દુષ્ટ ! મારા પ્રસાદથી તું કેટવાલની પદવી ભેગવે છે, છતાં લેક કે રાજકુળની બરાબર સંભાળ કરતા નથી. આજે મારા ભંડારમાંથી કેઈક ચોર સંપત્તિમાંથી સારભૂત વસ્તુઓ ચોરી ગયા છે, માટે ચેર સહિત તે વસ્તુઓ સત્વર લાવીને મારી પાસે હાજર કર. જે તેમ નહિ બને તો તને ચોરને એગ્ય શિક્ષા કરીશ.” આ પ્રમાણે રાજાનો હુકમ ઉઠાવીને યમદંડ કેટલાક માણસો સાથે કેટલામાં ખાતર જેવાને ગયે, તેટલામાં ભાગ્યેગે ત્યાં ખાતરના મુખ આગળ રાજા, પ્રધાન વિગેરેની પાદુકા અને મુદ્રિકા વિગેરે તેના જેવામાં આવી. પછી તે વસ્તુઓ લઈને અને રાજા વિગેરેને ચેર સમજીને મનમાં અતિશય ખેદ પામી વિચાર કરવા લાગે –“અહો! જ્યારે ન્યાયના ભંડાર એવા રાજાએ પોતે પ્રધાન વિગેરેની સાથે પોતાના ખજાનાની ચોરી કરી છે, તે અહીં કંઈક મોટું કારણ હોવું જોઈએ. પ્રાય: ભાગ્યના વિપર્યયથીજ મેટાએને આવી ચેષ્ટા સૂજે છે. જ્યાં રાજા પોતે ચોર