________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધનરાજાની કથા.
છે અને પ્રધાન વિગેરે તેના મદદગાર છે, તો એ સ્વરૂપ મારે કેની પાસે નિવેદન કરવું. પછી કેલાહલ સાંભળીને સમગ્ર મહાજન તેજ વખતે રાજમંદિરના દ્વાર આગળ આવ્યું. એટલે કેપના આટેપથી રકત થઈને રાજાએ તે બધે વૃત્તાંત વિનયથી નમ્ર એવા મહાજનને કહી સંભળાવ્યું, પછી રાજાની આજ્ઞાથી તે ખાતરનું સ્થાન જોઈને વિસ્મય પામતા મહાજને રાજાને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:–“હે રાજન ! આસુરીભાવ (કેપ)ને ત્યાગ કરીને ચોરની તપાસ કરવા માટે દુર્ગપાલને સાત દિવસની અવધિ આપે. હે મહીપત! સાત દિવસમાં જે એ સમસ્ત વસ્તુઓ અને ચોરને પકડી ન આપે, તે તે પછી કાયાકાર્યને વિચાર કરીને તમારે એને શિક્ષા (દંડ) કરવી.” આ પ્રમાણે મહાજનનું વચન રાજાએ મહાકટે કબૂલ રાખ્યું. એ રીતે સંબંધ કરીને અને ભૂપતિને નમીને નગરવાસીઓ યમદંડની સાથે પિતાને ઘેર ગયા.
ત્યારપછી દુર્ગપાળે પર્ણરાજસુત અને મંત્રીપુત્ર વિગેરેને ખાતરને સમસ્ત વૃત્તાંત યુક્તિથી જણાવ્યું, એટલે તેઓ કહેવા લાગ્યા કે –“હે યમદંડ! તમારે કેઈપણ પ્રકારની ધાસ્તી કરવી નહિ. કારણ કે અમે સત્ય પક્ષનું સ્થાપન કરનારા છીએ. રાજાના પક્ષનું કે તમારા પક્ષનું જે યુક્ત સત્ય હશે, તેજ કરશું. કારણ કે ન્યાયનિષ્ઠ અને ગુણશ્રેષ્ઠ એવા તમે બહુજ બારીકાઈથી પ્રજાનું રક્ષણ કરતા હોવાથી આ નગરમાં કદાપિ ચેરીનું નામ પણ ન હતું. અત્યારે તમારા કે રાજાના ભેદથી નગરના રાજભંડારમાં ચાર પ્રચાર થયે, માટે ગુણ, દેશની બરાબર પરીક્ષા કરીને અમે તે રાજાની સમક્ષ પણ ન્યાયમાર્ગનું જ પ્રતિપાદન કરશું.” આ પ્રમાણે તેમના વચનામૃતનું પાન કરીને તે સંતુષ્ટ થઈને બેલ્યા:– આપના પ્રસાદથી મારે સારું જ થશે.” હવે પોતે બધું જાણે છે, છતાં ધૂર્તતા દેખાડતો એ કેટવાલ નગરમાં ચેરની તપાસ કરવા લાગે.
પછી પહેલે દિવસે પ્રભાતે રાજસભામાં આવીને તે કેટવાળે જેટલામાં પ્રણામ કર્યો, તેટલામાં રાજા કહેવા લાગ્યા–“રે દુષ્ટમતિ!