________________
ભાષાંતર.
તેના અનેક ભેદે છે અને ભાવથી તો અનંતા ભેદે છે. દ્રવ્યપૂર જાથી ઉત્કૃષ્ટ અશ્રુત દેવલોક સુધીનું ફળ પ્રાપ્ત થાય છે. અને ભાવપૂજાનું ઉત્કૃષ્ટ ફળ તો અંતર્મુહૂર્તમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે –
" उक्कोसं दव्वथयं, आराहियं जाइ अच्चुयं जाव। .
માવસ્થા પાવ, ચિંતકુળ નિવાળ” ?
દ્રવ્યપૂજા કરતાં પ્રાણુ ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધીની સંપત્તિ પામે અને ભાવપૂજાથી અંતર્મુહૂર્તમાં નિવાણ પામે છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને અને મનમાં ભાવ લાવીને અનેક ભવ્ય પ્રાણીઓએ દેવપૂજાનું વ્રત અંગીકાર કર્યું. તે વખતે સુધાસમાન જગદગુરૂની વાણીને પ્રમાણુ કરીને કાર્યકુશળ, વિકસ્વર થયેલા રોમાંચયુક્ત, આસ્તિકશિરોમણિ અને ચતુરાગ્રેસર એ અર્હદાસ શેઠ અંજલિ જેડી પ્રણામ કરીને પ્રભુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે ત્રણ લેકના નાથ! વિશુદ્ધ ભક્તિપૂર્વક મારે ત્રણે કાલ જિતેંદ્રની પૂજા કરવી, તેમાં પણ ચતુર્દશી પ્રમુખ મુખ્ય પર્વના દિવસોમાં તે નગરમાં સમગ્ર જિનપ્રતિમાઓની અર્ચના કરવી, તથા ચાતુર્માસિક અને વાર્ષિક વિગેરે પ્રસિદ્ધ પર્વોમાં પણ પોતાના કુટુંબ સહિત મહત્સાપૂર્વક શુદ્ધ બુદ્ધિથી સ્નાત્રાભિષેક કરે, તેમજ પિતાના ઘરચૈત્યમાં વિધિપૂર્વક અર્ચના કરીને સમગ્ર જિનાલય જુહારવા અને ગૃહત્યે રાત્રે સંગીત કરવું. હે નાથ ! આપના પ્રસાદથી એ રીતે મારે નિશ્ચય નિરંતર નિશ્ચલ રહો.” તે વખતે વીરપરમાત્માએ પ્રશંસાપૂર્વક કહ્યું કે –“હે શ્રાદ્ધ! વ્રતમાં સ્થિર ચિત્તવાળો થજે.” - ત્યારપછી વિધિપૂર્વક જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને જલિ જેડી શ્રેણિક રાજાએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી:–“હે પ્રભે! ધર્મનું સર્વસ્વ અને સર્વોત્કૃષ્ટ સુખને આપનાર સભ્યત્વનું સ્વરૂપ મને કાંઈક વિસ્તારથી કહે.” આ પ્રમાણે ભૂપતિની વિજ્ઞપ્તિથી ઈદ્રો