________________
સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. પુણ્યને લાભ મળે. કારણ કે કર્તા અને સહાયક એ બંનેને શાસ્ત્રમાં સરખું ફળ કહેલ છે.” આ પ્રમાણે કહીને રાજાએ તે મણિસ્થાલ તેને પાછો . કારણ કે મહાપુરૂષો ધર્મકાર્યમાં કેઈને વિઘભૂત થતા નથી. પછી રાજાએ પિતાની અતિશય પ્રસન્નતા દેખાડીને શેઠને સન્માનપૂર્વક તત વિસર્જન કર્યો.
પછી ઘેર આવીને વનમાં જવાને ઈચ્છતી એવી પિતાની સ્ત્રીએને ભગવંતની અર્ચા કરવાની ઈચ્છાથી અટકાવીને પિતાના પરિ. વાર સાથે સ્નાનાદિક ક્રિયા કરીને શ્રેષ્ઠીએ સર્વને આશ્ચર્ય ઉપજાવે તેવો સ્નાત્ર મહોત્સવ કર્યો. કપૂર, અગરૂ વિગેરે ધૂપની ધૂમલહરીથી જેને મધ્યભાગ વ્યાપ્ત છે એવા જિનગૃહમાં તે શ્રાવકવર્થ અર્હદાસ શેઠ જે વખતે સ્નાત્રેત્સવ કરતો હતો, તે વખતે કેટલાક શ્રાવકે શ્રદ્ધાપૂર્વક દુરિતને નાશ કરનાર એવું નાટ્ય કરવા લાગ્યા, કેટલાક અતિ આદરભાવથી સુધા સમાન એક મધુર એવી ગીતકળા કરવા લાગ્યા, તે વખતે કેટલાક ભગવંતની પાસે અનેક પ્રકારના વાછત્ર વગાડવા લાગ્યા, કેટલાક ભાવિક જિનપ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા, કેટલાક વિચક્ષણ શ્રાવકે પ્રતિમાને ચંદનના દ્રવનો લેપ કરવા લાગ્યા અને કેટલાક અખંડાક્ષતથી સાક્ષાત્ અષ્ટમંગલ રચવા લાગ્યા. પછી સર્વ ચેત્યેની પરિપાટીપૂર્વક સમગ્ર જિનવરોની વિધિપૂર્વક પૂજા કરતાં શ્રેષ્ઠીએ તે દિવસ સફળ કર્યો. પછી રાત્રિએ પોતાના ગૃહચૈત્યમાં ઇંદ્રની જેમ ભક્તિભાજન થઈ વિધિપૂર્વક પૂજા રચીને ચતુરશિરોમણિ એવે તે શેઠ પોતાના આત્માને નિર્મળ કરવા સંગીતપૂજા કરવા પુન: આનંદથી વાદ્ય વગાડવા લાગ્યા. તે વખતે પ્રગટ ભાવવાળી એવી શેઠની આઠે પતિવ્રતા સ્ત્રીઓ આદરપૂર્વક દિવ્યગીત, નૃત્યાદિક કરવા લાગી.
હવે તે વખતે નગરની બધી લલનાઓ ઉદ્યાનમાં પોતાની ઈ. ચ્છા પ્રમાણે વિદપૂર્વક ઉત્સવની કીડા કરી રહી છે. એવા અવસ૨માં રાજાએ જાગ્રત થઈ છડીદાર મારફતે મંત્રીને બોલાવીને કીડાવશ થઈને તેણે આ પ્રમાણે કહ્યું -“હે મંત્રીશ્વર ! જે લીલા વનમાં