________________
ભાષાંતર.
નમવાને નથી.” પછી શાસનને ઉઘાત કરવામાં સાવધાન એવા શ્રેણિક રાજા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરીને આનંદસહિત પોતપિતાને સ્થાને ગયા. સર્વ આંતરિક શત્રુઓને ત્રાસ આપનાર અને સૂર્યની જેમ ઉઘાત કરવાવાળા એવા શ્રી ચરમ તીર્થકર પણ વસુધાને પાવન કરતા શુભ પ્રદેશવાળા બીજા દેશમાં વિહાર કરી ગયા. ત્યારથી અવનીપતિ કરતાં પણ જેની સંપદા અધિક છે એ અદાસ શેઠ પણ ઘેર આવીને ભક્તિપૂર્વક ત્રિકાલ જિનપૂજન કરતે, બંને વખત ષડાવશ્યક કરતે, તત્ત્વાતત્ત્વને હૃદયમાં વિચાર કરતા અને સત્પાત્રે દાન દેતો એ તે મોટા મોટા ઉત્સથી આહંત શાસનની ઉન્નતિ કરવા લાગે.
॥ इति श्री सम्यक्त्वकौमुद्यां तपागच्छनायकश्रीसोमसुदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीचंद्रसूरिशिष्यपंडितजिनहर्षगणिकृतायां प्रथમઃ પ્રસ્તાવઃ ||
Fછે .