________________
ભાષાંતર
સ્મયયુક્ત મનથી, ત્રણ ભુવનની અદ્ભુત રાજ્યલીલાને સૂચવનારા ત્રણ છત્ર, ઉજ્વલ અને ચંચલ એવા ચામરેની શ્રેણી, વિવિધ વર્ણ ની નાની નાની વજાઓ સહિત ઇંદ્રધ્વજ, મણું, સ્વર્ણ અને રજતમય ત્રણ વપ્ર (કિલ્લા), પાદપીઠ સહિત અને સ્ફટિકરત્નમય એવું સિંહાસન, સુરાસુરની વિચિત્ર એવી વિમાનશ્રેણયુક્ત તથા સમગ્ર વિશ્વના તાપને તરત દૂર કરનાર એ ચૈત્યવૃક્ષ, વિકસ્વર ચંદ્રના જેવા મુખવાળી દેવાંગનાઓ, સર્વત્રતુના ફળ અને પુપોથી અભિરામ તથા જ્યાં અનેક વૃક્ષની શ્રેણીઓ ભગવાનને નમસ્કાર કરતી દેખાય છે એ બગીચે, જાણે નિર્વાણ સ્થાન પર જવાની નિશ્રેણી હેય એવી તથા વિશેષ રચનાથી યુક્ત એવી સપાન રચના–આવા પ્રકારની સમૃદ્ધિસંપન્ન તથા ત્રણે લેકમાં અતિશ્રેષ્ઠ તથા પવિત્ર ચરિત્રયુક્ત, દેના પણ દેવ, ઇંદ્રને વંઘ, જગને પાવન કરતા એવા તથા સર્વત: અસાધારણ અને મહદયવાળી લક્ષ્મીથી શેભાયમાન એવા શ્રી વર્તમાન સ્વામીને તેણે જોયા. જોતાં જ તેના મનમાં આ પ્રમાણે વિચાર આવ્યો કે –“વિધી પ્રાણીઓને નેહપૂર્વક સમાગમ જે મારા જેવામાં આવે, તે આ મહાત્માને જ પ્રભાવ છે. કહ્યું છે કે –
" सारंगी सिंहशावं स्पृशति सुतधिया नंदिनी व्याघ्रपोतं, मार्जारी इंसबालं प्रणयपरवशा केकिकांता भुजंगम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जंतवोऽन्ये त्यज्यन्ति, श्रित्वा साम्यैकरूढं प्रशमितकलुषं श्रीजिनं क्षीणमोहम्" ॥१॥
“જેમણે પાપને શાંત કર્યા છે, મેહને ક્ષીણ કર્યો છે અને એક સમતામાંજ જે લીન છે એવા શ્રી જિનેશ્વર ભગવંતને આશ્રય લઈને જન્મથી સ્વાભાવિક વૈરને પણ પ્રાણીઓ મદ રહિત થઈ આ પ્રમાણે તજી દે છે. પોતાના બાલકની ધારણાથીહરણસિંહના બચ્ચાને સ્પર્શ કરે છે, ગાય પણ તેવી જ રીતે વાઘના બચ્ચાને ચાટવા જાય છે, પ્રેમવશ થયેલી બિલાડી હંસના બાલને અડકે છે અને પ્રે