________________
સમ્યકત્વ કૌમુદી-અહદાસ શેઠનું દષ્ટાંત.
પામ્યા શિવાય કઈ પ્રાણુઓ મેક્ષે ગયા નથી, જતા નથી અને જશે પણ નહિ. વ્રતથી ખલિત થઈને પ્રાણી કદાચિત્ મોક્ષગામી થઈ શકે, પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈને સંયમ પાલતાં પણ તે નિર્વાણપદ પામી શકતું નથી. કહ્યું છે કે –
"भटेण चरित्ताओ, सुटकर देसणं गहेअव्वं । સિન્નતિ રદિયા, હંસગરિગ ન રિતિ” |
ચારિત્રથી ભ્રષ્ટ થતાં પણ સમ્યકત્વનું સારી રીતે રક્ષણ કરવું, કારણ કે ચારિત્ર રહિત છતાં ભવ્ય જી સિદ્ધિ પામે છે, પણ દર્શન રહિત છતાં સિદ્ધ થતા નથી.” જે કાંઈ શ્રેષ્ઠ સંપત્તિ જોવામાં આવે છે અને પ્રાણુઓ જે કાંઈ અદ્દભુત પદ મેળવે છે, તે બધું સમ્યકત્વનું જ ફળ છે. તથાપિ હે રાજન! જગતમાં એક અદભુત અને સમ્યકત્વના ફળને સ્પષ્ટ દર્શાવનારૂં અહંદૃાસ શેઠનું દષ્ટાંત છે, તે સાંભળ:–
આ ભરતક્ષેત્રમાં સ્વર્ગના પ્રદેશ તુલ્ય, જ્યાં ઘણું દાતારે વિલાસ કરી રહ્યા છે, સજજનેને આનંદ આપનાર એવી રાજ્ય વ્યવ
સ્થા જ્યાં ચાલી રહી છે અને સ્વર્ગના એક પ્રદેશ સમાન મગધ નામને દેશ છે. ત્યાં સમગ્ર લક્ષ્મીના ધામરૂપ અને જગદગુરૂ શ્રી વીરપરમાત્માના ચરણકમળના રજ:પુંજથી પવિત્ર થએલ એવું રાજગૃહ નામે નગર છે. જ્યાં માણસ સારા આશયવાળા છે, જેઓ નિહેતુક ઉપકારીપણું તથા વિવેકમાં કલહંસની ઉપમાને ભજે છે, અને પરસ્ત્રીઓ સાથે સમાગમ તથા અસત્યપ્રિયતાને જેઓ સેવતા નથી, તેમજ તેઓ જિનેશ્વરની મર્યાદાને–તેમના માર્ગને ત્યાગ પણ કદી કરતા નથી. જે નગરમાં સત્પાત્રદાનના સૈભાગ્યને અહીંજ સાક્ષાત્ દર્શાવનાર અને સદા દેવતાઈ ભેગને ઉપગ લેનાર એ શ્રી શાલિભદ્ર શેઠ હતું, તેમજ જ્યાં વન અવસ્થામાં પણ મધુરભાષિણી આઠ પ્રિયાઓને ત્યાગીને નવ બ્રહ્મગુપ્તિને આશ્રય કરનાર એવા ભાગ્યવંત ધન્ય મુનિ હતા. સતીઓમાં શિરેમણિ, સમ્યકત્વરૂપ સુવર્ણના એક નમુનારૂપ