________________
રાજા, કર્મ સહિત દેહધારી જીવાત્મા અને પરમાત્મામાં ફેર શે? પરમાત્મદશા પ્રાપ્ત થયા પછી પણ એની એજ માથાફેડ રહી. પરમાત્મદશામાં પણ જે આવી કડાકુટ હેય, તો તે પરમાત્મા કરતાં કુંભાર, કડીઓ વિગેરેના જન્મ શું ખરાબ છે? અને તેવા જન્મો છેડી પરમાત્મદશા મેળવવાથી શું વિશેષ છે? ઉલટી કુંભાર કડીઆની ખટપટ કરતાં અનંતગણી ખટપટ કરવી પડે. કેમકે કુંભાર, કડીઆને તે બે ચાર પદાર્થો ઉત્પન્ન કરવાની કે ભાંગવાની માથાકુટ હેય, જ્યારે પરમાત્માને તો આખા વિશ્વના અનંત પદાર્થો ઉત્પન્ન કરવાની અને ભાંગવાની માથાકુટ હોય છે. આવા અનેક કારણોથી ઈશ્વરનું કોપરું સિદ્ધ થતું નથી, જેથી જેનેએ ઈશ્વરનું કર્તાપણું માન્યું નથી. દશમાથી બારમા સૈકામાં જેનોમાં અભયદેવસૂરિ, જિનવલ્લભસરિ, જિનદત્તસૂરિ તથા હેમચંદ્રસૂરિજી વિગેરે સમર્થ આચાર્યા હતા, તેમને “ઈશ્વર કર્તા છે? એમ સિદ્ધ કરવા તે સમયના શંકરાચાર્યજીએ કઈ પણ સભા સમક્ષ મહેનત લીધી હેય, તેવો ઐતિહાસિક પુરાવા નથી. હા, શંકરાચાર્યજીએ પોતાના કરેલ પુસ્તકોમાં કદાચ તેવા પુરાવા આપ્યા હશે કે-અમે જેનોને આમ હઠાવ્યા, અમુક જૈનાચાર્યને અહીં હઠાવ્યા ને અમુકને ત્યાં હરાવ્યા, પણ એ તે એક શંકરાચાર્યજી ઉપર કયાં છે ? જેન, બૌદ્ધ, સાંખ્ય, રામાનુજ વિગેરે દરેક મતાગ્રહી આચાર્યોએ પોતાની મહત્તા બતાવવા શાસ્ત્રો રચ્યાં છે, તેથી સત્ય શોધી શકવાનું મુશ્કેલ છે. પણ તે વખતમાં શંકરાચાર્યજીએ જેનના કોઈ મહાન મહાત્મા સમક્ષ ઈશ્વરકર્તાની સિદ્ધતા કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાતું નથી. કદાચ કોઈ સામાન્ય બુદ્ધિશાળી જૈન સાધુ સાથે વાદ કરી તેને હઠાવી પિતાની બહાદુરી બતાવી હોય તો બનવા યોગ્ય છે, પણ મહાન આચાર્ય સમક્ષ ઈશ્વરકર્તાની માન્યતા સિદ્ધ કરી નથી. તો પછી તેમ કર્યા વિના પાછળથી પિતાના પુસ્તકેમાં “જેને ઈશ્વરને માનતા નથી, એ તો નાસ્તિક છે” એમ બે ચાર ગાળો ચોપડાવી બહાદુરી બતાવવી વા રાજી થવું-એ તે નિર્બળતા બતાવવા જેવું થાય છે. ઈશ્વર કર્તા હે વાન છે, તેનું નિરાકરણ કરવાની અત્યારે જરૂર નથી, પણ અનાદિ કાલે કર્મ-આવરણોથી બંધાયેલ જીવ કર્મબંધનથી મુક્ત કેમ થાય ? તેની દેહાધ્યાસબુદ્ધિ કેમ ટળે? કામ, ક્રોધ, મદ, મેહ, મત્સર વિગેરે દોષોને નાશ કેમ થાય ? પરમાત્મપદની પ્રાપ્તિ કેમ થાય ? તે પ્રથમ જાણવાની જરૂર છે. વેદાંત ઈશ્વરને કર્તા માને છે અને જેન કર્મને કર્તા માને છે. બંનેને આશય ઉંચે છે. અર્થાત “અદ્દે કવિ :”