________________
મિત્ત કારણ કુંભાર, દંડ, ચક્રાદિ છે. તેમ ઈશ્વરે જગતને ઉત્પન્ન કર્યું, તે જગતરૂપી કાર્ય ઉત્પન્ન થવામાં ઈશ્વર ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ? જે ઈશ્વરને જગતને ઉપાદાન માનીએ, તે ઉપાદાન કારણને નિયમ છે કે કારણમાંથી કાર્ય થાય, એટલે કારણ પોતે કાર્ય થાય. જેમ મૃત્તિકા પોતે જ ઘટ બને, તેમ જગતનું ઉપાદાન કારણ ઈશ્વર પોતે હોય તે ઈશ્વરને જગતમાં સમાવેશ થઈ ઈશ્વર જગથી જુદો કરતો નથી. તેમજ જગતરૂપ કાર્ય થવામાં ઈશ્વર નિમિત્ત કારણરૂપે હોય, તે કુંભાર માટીમાંથી જેમ ઘટ ઉત્પન્ન કર્યો, તેમ ઈશ્વરે કઈ વસ્તુમાંથી જગત ઉત્પન્ન કર્યું? જે વસ્તુમાંથી જગત ઉત્પન્ન થયું, તે વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ છે એમ એક પછી એક ભૂતત્વ કારણોની પરંપરાનું અનુસંધાન કરતાં પરમેશ્વર તથા જગત–બને અનાદિ કરે છે. જેને પરમાત્માને વિશ્વના કર્તા નહિ, પણ જ્ઞાતાજ માને છે. મન, વચન તથા શરીર એ ત્રણ યોગ અને રાગપાદ દષાથી સર્વથા મુક્ત થાય—તેને ઇશ્વર કહે છે. તેવા અશરીરિ, અસંગી પરમાત્માને જગત્ ઉપન્ન કરવાનું સાધન કે આવશ્યકતા નહિ હોવાથી તે વિશ્વને જ્ઞાતા બની શકે છે. દીપની પાસે તેના પ્રકાશના નિમિત્તથી કોઈ જુગાર, વ્યભિચાર વિગેરે અસક્રિયા કરે, તેમજ સંધ્યાપૂજન, વાંચન, શ્રવણ વિગેરે કાઈ સન્ક્રિયા કરે, એ સત્ અસત ક્રિયા કરવામાં જેમ દીપની પ્રેરણું નથી, પણ એને પ્રવૃત્તિઓમાં પિતાને પ્રકાશ રહ્યો છે, પિતાના પ્રકાશના નિમિત્તે બંને પ્રવૃત્તિઓ થાય છે. તથાપિ જેમ દીપકને બાધા નથી, તેમ તેનામાં કરવાપણું નથી, માત્ર પ્રકાશવાપણું જ છે, તેમ આ વિશ્વમાં હિંસા, ચારી, વ્યભિચાર વિગેરે અસક્રિયાઓ તથા દયા, મા, બ્રહ્મચર્ય વિગેરે સન્ક્રિયાઓ જે જે કર્મ આવરણોથી વીંટાયેલા દેહધારી જીવાત્માઓ કરે છે, તે સર્વ આત્માઓની શુભાશુભ ક્રિયાઓને દેહરહિત પરમાત્મા દીપકની માફક જાણે છે. પણ તે કરવા કે કરાવવામાં પરમાત્માની ઈચ્છા વા અનિચ્છા કે પ્રેરણા જેવું કાંઈ છે જ નહિ, તેથી પરમાત્માને કરવાપણુંક બંધાવાપણું યા જન્મ-મરણ ઉપાર્જવાપણું કાંઈ છે જ નહિ. માટે જેને પરમાત્માને શાતા માને છે, પણ કર્તા માનતા નથી. કુંભાર ઘટ વિગેરે ઉત્પન્ન કરવાની તથા વિનાશ કરવાની ક્રિયા કરે, કડીઓ ઘર બાંધવાની તથા ભાંગવાની ક્રિયા કરે, એક રાજા રાજ્યખટપટની ક્રિયા કરે, કર્માવરણોથી મલીન થયેલ દેહધારી આત્મા સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની, મેળવવાની, ભેગવવાની તથા આપવાની ક્રિયા કરે, હિંસા, દયા, ક્ષમા, ક્રોધ વિગેરેની પ્રવૃત્તિઓ કરે અને સર્વ કર્મબંધનથી તથા દેહથી મુક્ત થયેલ સચ્ચિદાનંદરૂપ પરમેશ્વર પણ તેવી ક્રિયા કરે, ત્યારે કુંભાર, કડીએ,