________________
સ્થાનાંતર અને વેગ પણ અશક્ય થઈ રહ્યાં. પારમેનાઈડીઝના મત
સુધી એકીલીઝ દેડશે ત્યારે કાચ વળી ૨ સ્થાન પર પહોંચ્યો હશે... અને એ રીતે જ્યારે જ્યારે એકીલીઝ જે જે સ્થાન પર કાચબો પહોંચ્યું હશે તે તે સ્થાને પહોંચશે તે દરમિયાન કાચબો કંઈક તો આગળ ચાલશે જ. પરંતુ અનુભવમાં અકીલીઝ કાચબાને પકડી પાડે છે; જે કે બુદ્ધિની દષ્ટિએ એ કદી એને પકડી પાડી શકે જ નહિ! અને બુદ્ધિ બેટી હોઈ શકે નહિ, તેથી ઇન્દ્રિયગેચર અનુભવ જ ખોટો હોવો જોઈએ. બૌદ્ધિક જ્ઞાનના અપરિપકવ વિકાસ ને લીધે ઝીનેએ ઉપરનો દાખલો આપ્યો હોવો જોઈએ. કારણ આપણે એમ કહી શકીએ કે જેમાં એક પછી એક આવતાં પદે ઓછો ઓછાં થતાં જાય એવી અનંત શ્રણને સાઃ સરવાળો શક્ય છે, દા. ત, ૧+ + + + +ન + ને – –– = ૨. એટલે કે પરિમિત કાળમાં એકીલીઝ કાચબાને પકડી પાડી શકે, પરંતુ અનંતનું તથા અનંત શ્રેણીનું ગણિત ઝાનના સમયમાં અસ્તિત્વમાં નહેાતું.
બી: ધારો કે એક તીર આ સ્થાનથી વ સ્થાન સુધી ઊડે છે. હવે તદન નાની ક્ષણમાં તીર અમુક જગ્યાએ હશે, અને ક્ષણ નાનામાં નાની છે તેથી તે દરમિયાન એ જે સ્થાનમાં હશે તે સ્થાનમાં તે સ્થિર જ હશે, કારણ એટલી નાનામાં નાની ક્ષણમાં એ સ્થાનાંતર કરી શકશે નહિ. તેવી બીજી ક્ષણે પણ એ અમુક સ્થાનમાં સ્થિર જ હશે, અને એ રીતે પ્રત્યેક નાનામાં નાની ક્ષણે પ્રત્યેક સ્થાનમાં બાણુ સ્થિર હશે; એટલે કે બાણ જ્યારે ૪ થી ૨ની વચ્ચે સ્થાનાન્તર કરતું લાગે છે ત્યારે પણ એ તે સ્થિર જ હોય છે ! આથી સાબીત થાય છે કે ઈન્દ્રિયગોચર વેગ કે સ્થાનાન્તર બુદ્ધિગમ્ય નથી એટલે કે તે ઑટો છે. આના જવાબમાં આપણે કહી શકીએ કે વેગ કંઈ ભિન્ન પન્ન સ્થિતિઓને સરવાળે નથી, પરંતુ એક અને અવિભાજ્ય છે, અને આપણે જ્યારે ભાગલા પાડવા માંડીએ છીએ ત્યારે આપણે વેગના ભાગલા પાડતા નથી, પણ ૩ થી ૨ વચ્ચેના અંતરના ભાગલા કરીએ છીએ, અને હરકોઈ અંતર અથવા દિફના આપણે અનંત ટુકડા પાડી શકીએ, અને છતાં એ અંતર તે સાત હેઈ શકે. એટલે કે નાનામાં નાની ક્ષણ લઈએ તે પણ પરિમાણ વગરને દિફનો ટુકડો આપણને મળી ન શકે, કાલ અને દિફનાં સ્વરૂપમાં અમુક વૈચિત્ર્ય રહેલું છે તે એ કે એના અનંત ટુકડા કરવા જતાં પણ પરિમાણુ વગરના ટુકડા પાસે આપણે