________________
સ : રો]
[૪૯
લાગી, કૃષ્ણનું મુખ જોઈને ગેાપીએ આનંદ પામતી હતી. અલભદ્રથી સંપૂર્ણ રક્ષિત કૃષ્ણ સુખપૂર્વક ગેાકુળમાં
સમય પસાર કરવા લાગ્યા.
આ બાજુ શૌય પુરમાં શિવાદેવીએ કાર્તિકવઃખારશની મધ્યરાત્રિએ ચૌદ સ્વપ્રો જોયા, પ્રાતઃકાળમાં શિવાદેવીએ રાજાએ વાત કરી, તેટલામાં નિમિતજ્ઞ અને ચારણ શ્રમણ આવ્યા, તેઓએ કહ્યુ કે હે રાજન્ ! આવા સ્વમ તીથંકરની માતા જ જુએ છે. માટે આપના પુત્ર ભાવિ તીર્થંકર થશે, રાજા રાણી ખુબ જ આનંદ પામ્યા, નિમિત્તજ્ઞનું બહુમાન કરીને તેઓને વિદાય કર્યાં, ગર્ભના પ્રભાવથી દેશ સમૃદ્ધ થવા લાગ્યા, શ્રાવણ સુદ પાંચમના જ્યારે ચિત્રાનક્ષત્રમાં ચદ્રના ચેાગ પ્રાપ્ત થતા અને લગ્ન સૌમ્ય ગ્રહેાથી દૃષ્ટ હતું તે વખતે શિવાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા, દિકુમારિકાઓએ સૂતીક કર્યું. ઇંદ્રે મેરૂપર્યંત ઉપર અભિષેક કર્યો, આ પ્રમાણે હું કુંતીદેવી ! આપ્તજનો પાસેથી મેં સાંભળ્યું છે. વળી મે મારી નજરાનજર જોયુ છે કે દેવતાઓએ યાદવેન્દ્રના મહેલાને રત્નાથી ભરી દીધા છે. બધા પ્રાણીઓ સુખી થયા છે. પુત્ર જન્મની ખુશાલીમાં તમામ કેદીઓને મુક્ત કર્યો છે. અમારીપડહની ઘેાષણા કરાવી છે. બાળકનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું છે. તે શુકલપક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા, મથુરામાં વસુદેવે પણ માટે ઉત્સવ કર્યો.