________________
સર્ગઃ ૧૦]
[૨૭૫ કે હું કંક નામે બ્રાહ્મણ છું, તથા રાજા યુધિષ્ઠિરનો પ્રિય પુરોહિત છું, યુધિષ્ઠિરની સભામાં હું જુગાર રમવામાં કુશળ હતું, હું જ્યારે બહાર ગામ ગયે હતું તે વખતે દુર્યોધને તેઓને પોતાના નગરમાં બેલાવી જુગાર રમાડી તેમને હરાવી તેમનું રાજ્ય પડાવી લીધું, ત્યારથી પાંડવો વનવાસી થયા. ફરીથી તેઓ રાજા બનશે તેવી આશામાં મેં આટલા વર્ષો પસાર કર્યા, દુર્યોધન કપટી છે તેમ સમજીને તેની પાસે હું ગયે નહિ, હમણાં પાંડવ કયાં છે તે ખબર પણ મળતી નથી માટે ધર્મ, ન્યાય, સદાચાર, વિવેક, વિનય વિગેરે ગુણોથી અલંકૃત આપના આશ્રયે આવ્યો છું. રાજાએ કહ્યું કે કંક! આપના જેવા મિત્ર પણ ભાગ્ય ગેજ મળે છે. માટે આપશ્રી અહી સુખપૂર્વક રહે, યુધિષ્ઠિર ખૂબ જ પુણ્યવાન હતા કે જેમને તમે મિત્રરૂપે મળ્યા હતા. રાજ્યલક્ષ્મી સહેલાઈથી મળી શકે છે, પણ સજજન મિત્ર મળવા દુર્લભ છે. આ પ્રમાણે કહી હાથજોડી સુવર્ણથી સત્કાર કરીને વિરાટ રાજાએ બ્રાહ્મણ પુરોહિતના વેશમાં રહેલા યુધિષ્ઠિરને સભામાં નિયમિત આવવા માટે સભાજન બનાવ્યા.
શરીર શેભાથી સંપન્ન, હાથમાં ચમ તથા કડછ લઈને પહાડ સમા પડછંદ કાયાવાળે “ભીમ” રાજભવનની પાસેથી જઈ રહ્યો હતો, રાજાએ દૂરથી હુષ્ટપુષ્ટ શરીરવાળા, વિચિત્ર સ્વરૂપવાળા, ભીમને દ્વારપાળ દ્વારા બેલા, રાજાના પૂછવાથી ભીમે કહ્યું કે