________________
૩૧૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય યુદ્ધ કરવાની તાકાત ધરાવતું નથી. તે પછી પાંડેની તો વાત જ શું કરવી? પાડો તે તમારી સહાયતા વિના પણ વિજય પ્રાપ્ત કરી શકે છે માટે પાંડે તમને સહાયતા માટે આમંત્રણ કરે તે પણ આપ યુદ્ધમાં આવતા નહિ.
તેમના વચને સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું કે પાંડે સમર્થ છે માટે હું યુદ્ધમાં શસ્ત્રાસ્ત્ર ગ્રહણ નહિ કરું. પરંતુ અર્જુનના રથને સારથિ બનીને આવીશ એટલે આપના વચનનું પાલન થશે. આ પ્રમાણે કહીને કૃષ્ણ તે બધાને વિદાય કરી કર્ણને હાથ પકડી રથમાં બેસાડી બને ચાલ્યા. પાંડુને મળવા વિદુરજીના ઘેર જતાં શ્રી કૃષ્ણ રસ્તામાં કર્ણને કહ્યું કે તમારા બળથી જ દુર્યોધન મદમત્ત બન્યું છે. ઈન્દ્ર વજથી જ ઈન્દ્ર કહેવાય છે. દુર્યોધન દુરાત્મા છે, તેને મિત્ર બનાવ્યું છે તે ઠીક નથી. તમારી તે યુધિષ્ઠિરની સાથે મિત્રતા હોવી જોઈએ. બીજી વાત એ છે કે એકાંતમાં કુંતીએ મને કહ્યું છે કે તેઓએ તારે ત્યાગ કર્યો ત્યારે જ તું રાધાને પુત્ર બન્યા છે. માટે આપ તો પાંડવોના સહેદર બંધું છે માટે તમારે પાંડવ પક્ષમાં રહીને યુદ્ધ કરવું જોઈએ.
કણે કહ્યું કે દુર્યોધનની સાથે મિત્રતા સારી નથી પરંતુ દુર્યોધને મને રાજા બનાવેલ છે. માટે હું દુર્યોધનના માટે જ મારું આ શરીર યુદ્ધમાં છેડીશ. તમારી સહાયતાથી યુધિષ્ઠિર જીતી જવાના છે, વળી જે હું