________________
૩૯૨ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
રડવું એ તેા સાધરણ સ્ત્રીએનું કામ છે. જ્યારે વીરાંગનાઓ તા પુત્રને યુદ્ધમાંથી ભાગતા જોઈને લજજા પામે છે. યુદ્ધમાં મૃત્યુકાળ પ્રાપ્ત કરવાથી કદાપિ પણ શેક કરતી નથી. આપના ભાઈ અને પુત્ર સદ્ગતિને પામેલા છે. આ પ્રાણ (જીવ) તે કેક દિવસ જવાના તેા હતા જ તે પછી સારા નિમિત્તે ગયા છે. તે તમારે તેમના જન્મને સફળ માનવા જોઇએ. ભાઈ અથવા પુત્રના મૃત્યુ થવા છતાં પેાતાના પતિની કુશળતા જોઈને સતી સ્ત્રીએ આનંદ માને છે. દ્રુપદરાજ પુત્રી, પાંડુરાજ પુત્રવધુ. અનીને રડવુ' આપના માટે સારૂ નથી. આ પ્રમાણે કૃષ્ણના વચનથી દ્રૌપદીએ શેાકના ત્યાગ કર્યાં.
પ્રાતઃકાળમાં કૃષ્ણની સાથે પાંડવા ધૃતરાષ્ટ્રને સાંત્વન આપવા માટે ચાલ્યા. પાંડવાએ ગાંધારી ત્થા ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યાં. તેમને અત્યંત શાકાતુર જોઈ ને કૃષ્ણે કહ્યુ રાજન્! શું પાંડુ પુત્ર આપના પુત્ર નથી! પાંડુ કરતાં આપના પ્રત્યે તેમની ભક્તિ એછી છે? તે લેાકેા કુન્તી કરતાં પણ અધિક પૂજ્ય ગાંધારીને માને છે. યુધિષ્ઠિર ભીમ કરતાં કૌરવાને અધિક માનતા હતા. પરંતુ જે કંઈ અમંગળ થયુ` છે. તેમાં ફક્ત વિધાતાના દોષ છે. પાંચ ગામથી પણ સંધિની વાત દુર્યોધને સ્વીકારી નહિ. તેમાં પણ ભાગ્યના દોષ છે. આપની હિતશિક્ષા નહિ માનવી તેમાં પણ દુર્યોધનના ભાગ્યના દોષ હતા. આપ નિશ્ચિત માનજો કે કૌરવાથી અધિક સેવા પાંડવા આપની કરશે.