________________
સર્ગઃ ૧૬]
[૪૪૭ આપવાવાળી છે. આ સંસાર સાર વસ્તુઓથી એકદમ શૂન્ય છે. સંસારમાં જે કાંઈપણ સારભૂત હોય તો તે કેવળ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. જીવાજીવાદિ તત્તનું જ્ઞાન પ્રાપ્ત કરી હેયને છેડી રેયને જાણી ઉપાદેયને ગ્રહણ કરી વિકાસ પામેલા જ કર્મથી મુક્ત બને છે. પ્રાણુઓને ઈન્દ્રની સંપત્તિ સુલભ છે. પરંતુ સિદ્ધિસંપત્તિના નિધાનરૂપ સમ્યકત્વ અતિ દુર્લભ છે. ઘણું કર્મ ક્ષીણ થવાથી જીવ ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે. જે ચારિત્રરત્નની સામે ચિંતામણીની કોઈ કિંમત નથી. સર્વવિરતિ ચારિત્ર ભવદાવાનળ વાલાઓને શાન્ત કરવામાં નવીન મેઘ સમાન છે. અને વિવેકી આત્માઓને પિતાને મનરૂપી મેરેલો આનંદ આપે છે.
પ્રભુની પાપનિવારિણી દેશના સાંભળી વરદત્ત રાજાએ સંયમ અંગીકાર કરવા માટે વિનંતી કરી. કરૂણાસાગર પ્રભુએ તેને દીક્ષા આપી. વરદત્ત રાજાની પાછળ બીજા બે હજાર રાજાઓએ દીક્ષા લીધી. પ્રભુએ વરદત્ત પ્રમુખ અગિયાર ગણધર પદ આપ્યું. પ્રભુના મુખથી ઉત્પાદ,વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિપદીને સાંભળી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી.
અનેક કન્યાઓની સાથે રાજપુત્રી યક્ષિણીને દીક્ષા આપી, ધર્મચકવતિ નેમિનાથ ભગવંતે યક્ષિણીને પ્રવર્તિની પદે સ્થાપન કર્યા. પ્રભુની તરફ એકીટસે જોઈ રહેલી વ્રતને માટે ઉત્સુક, રાજીમતીને જોઈ કૃષ્ણ પ્રભુને