Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 490
________________ સ : ૧૮મા ] [ ૪૮૧ ગયેલી ગાયના મુખમાં ઘાસ નાખતા એક માણસને જોયા, અને કહ્યું કે મરી ગયેલી ગાય ઘાસ કેવી રીતે ખાશે ? ત્યારે તે માણસે કહ્યું કે આપના ખભે રહેલું આપના ભાઈનું મુંડદુ જીવિત બનીને ચાલવાનુ છે તેા પછી મરેલી ગાય પણ જરૂર ઘાસ ખાવાની છે. ત્યારબાદ બલરામે વિચાર કર્યાં કે ખરેખર ! મારા ભાઈ મરી ગયા લાગે છે, કારણ કે બધાજ એક વાત કરી રહ્યા છે. આ પ્રમાણે બલરામ મેાહાન્ય દશામાંથી કાંઇક મુક્ત થયા ત્યારે દિશાઓને પ્રકાશિત કરતા એક દેવ અલરામની આગળ આવીને ઉભું રહ્યો અને એલ્સેા કે હું આપના સારથિ સિધ્ધા ; તપના પ્રભાવથી અને ચારિત્રના સંચાગથી મરીને હું દેવ થયા છુ; આપને યાદ છે ? આપે મને દીક્ષા વખતે કહ્યુ` હતુ` કે જ્યારે હું મેાહાન્ય અનું ત્યારે તું મને ખચાવજે” એટલા માટે જ હમણાં આપને મેહાન્ધ જાણી આપની પાસે આવ્યેા છુ. શ્રી નેમિનાથ ભગવાને પ્રથમ કહ્યું હતુ` કે જરાકુમારથી શ્રી કૃષ્ણનું મૃત્યુ થશે. અને તે જ વાત અની છે, તીર્થંકરનું વચન કદાપિ અસત્ય થતું નથી. રથ વિગેરે બધું મેં જ તમેાને બતાવેલ છે. તમે મેાહથી મુક્ત થાવ, આત્મકલ્યાણ કરવા તૈયાર થાએ, દરેક જન્મામાં ભાઈ અને કુટુંબને મેળવે છે. પરંતુ ભાઈ એ તથા કુટુ બીએ! ભવવૃધ્ધિના હેતુરૂપ મેાહની વૃધ્ધિ કરનારા છે, રાગના હેતુથી કમ મંધાય છે. અને પરિણામ દુ:ખદાયી છે. ૩૧

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506