Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 499
________________ ૪૯૦] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય જોઈ મા ખમણને પારણાની ઈચ્છાવાળા બલરામ મુનિને સંકેત કર્યો, બલરામ મુનિ પણ હરણને આગળ કરી. તે રથકારેની પાસે આવ્યા, સારા સારા વૃક્ષેને કાપી બપોરના સમયે સુંદર ભેજન તૈયાર કરી ખાવાને માટે તે બધા રથકાર એકઠા થયા હતા. દૂરથી ધર્માવતાર સમા મુનિને આવતા જોઈ આનંદપૂર્વક મેટા રથકારે વિચાર્યું કે મહાન જંગલમાં મહામુનિ સમાન કલ્પવૃક્ષ કયાંથી? ખરેખર! અમે ભાગ્યશાળી છીએ, કે સ્વર્ગ અને મુક્તિરૂપી લક્ષ્મી આપવાવાળા મહામુનિને આવા જંગલમાં ભેટે થયે. હું આજે ધન્ય છું. મારે જન્મ પ્રશસનીય છે. જંગલમાં આવવાનું પણ મારું આજે સફળ છે. આ પ્રમાણે વિચારતા રથકારે ઉઠીને મુનિને પંચાંગ નમસ્કાર કર્યો, પ્રાસુકએષણીય–અન્નજલ લઈને તે રથકાર મુનિની સામે ઉભો રહ્યો, તેના ભાવ જોઈને બલરામ મુનિએ મનમાં વિચાર્યું કે આ રથકાર મહાત્માને ભાવ અત્યુત્તમ છે. જેના ભાવોથી મારા ચિત્તમાં પણ અત્યંત આનંદ છે. શુધ્ધભાવે જેના ભાગ્યની વૃદ્ધિ કરે છે. છેવટે ભવવૃક્ષનું ઉચ્છેદન કરે છે. આ રથકાર મહાત્મા પણ એવા જ પ્રકારના ભાવમાં આરૂઢ છે કે જેને મુક્તિ સુખ પણ સુલભતાથી પ્રાપ્ત થાય તેમ છે. માટે આવા વિવેકી આત્માના ભાવમાં જરા પણ ખલના ન થાય તે પ્રયત્ન મારે કરે જોઈએ. આ પ્રમાણે વિરારી બલરામ મુનિ આહાર ગ્રહણ કરવા માટે અને તે રથકાર આપવા માટે તૈયાર થયા, દાન લેનાર અને આપનાર અને શ્રેષ્ઠ પાત્રો જોઈને તે હરણું

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506