________________
સર્ગ : ૧૮]
[૪૮૭ ત્યાં ગયા, પાકેલી દ્રાક્ષ જેમ મીઠી લાગે છે તેવી રીતે મધુરવાણીથી તિર્યને, દેવતાઓને અને માનવેને ધર્મોપદેશ આપતા ધર્મઘોષ મુનીશ્વરને પાંડવોએ જોયા, ગુરૂએ પણ દૂરથી તે મુનિઓને આવતા જોઈ ખુશ થઈ આસન પરથી ઉભા થઈ તેઓને આવકાર આપે, પાંડવોએ તેમના ચરણમાં મસ્તક નમાવી નમસ્કાર પૂર્વક વંદના કરી, હાથ પકડીને ધર્મઘોષસૂરિજીએ મુનિઓને ઉભા કર્યા, વિકસિત નેત્ર અને ભાલપ્રદેશવાળા સૂરિજીએ પ્રેમાળવાણીથી તેમના ખબર પૂછયા, ગુરૂમહારાજ આસન ઉપર બેઠા, ત્યારબાદ સભામાં બેઠેલા-મનુષ્યો–દેવ અને તિયાએ પાંડવોના તપની વિશેષતાએ કરીને સભામાં અનુ મેદના કરી, ધર્મદેશના સમાત થયા બાદ બધા જ શ્રોતાજનો સૂરિજી તથા પાંડવોને વંદના કરીને પોતપિતાના સ્થાને ગયા.
આશ્ચર્યચક્તિ બનેલા પાંડવ મુનિઓએ ગુરૂજીને કહ્યું કે ભગવાન ! બધી વાતો આપ પછીથી કરીશું. પણ પહેલાં આપ અમને કૃપા કરીને જણાવશો કે કૂર અને ભયંકર પ્રાણીઓ અહીંઆ ઉપશમ–સંવેગ ભાવવાળા કેમ દેખાય છે ? શું આપના આગમનને પ્રભાવ છે? કે બીજું કોઈ કારણ છે? ત્યારબાદ સૂરિજીએ કહ્યું કે નગર, ગ્રામ વિગેરે કમથી વિહાર કરતા બલરામમુનિ આ પર્વત ઉપર આવ્યા હતા, આ પર્વતના શિખર ઉપર સિદ્ધાર્થદેવે ભક્તિપૂર્વક જેએની ઉપાસના કરી છે એવા બલરામ