________________
૪૪૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
સમવસરણમાં દેવ, દેવેન્દ્ર, દેવીઓ, પુરૂષા, સ્રીઓ, તિય ચા વેરઝેર ભુલી જઈને પોતાના સ્થાન ઉપર બેસી
ગયા.
તે વખતે રૈવતક પર્યંતના ઉદ્યાનપાલકેાએ આવી કૃષ્ણને પ્રભુના કેવળજ્ઞાન મહેાત્સવના વૃત્તાંત કહી સંભળાવ્યેા. સાડાબાર કરોડ રૂપૈયા કૃષ્ણે ઉદ્યાનપાલકાને વધામણીમાં આપ્યા. પટ્ટ હાથી ઉપર બેસીને ભક્તિથી કૃષ્ણ સહસ્રામ્ર વનમાં ચાલ્યા. તેમની સાથે તે વખતે પિતા, પિતૃ, માતા, ભાઈ, પુત્ર, પાંડવ તથા અંતઃપુરની તમામ સ્ત્રીઓ અને નાગરીકે પણ ચાલ્યા, રાજીમતી પણ ત્યાં આવી પહેાંચી. હાથી ઉપરથી ઉતરીને રાજચિન્હાને છેડી દઈ ઉત્તર દ્વારથી કૃષ્ણે પ્રભુની ધર્મસભામાં પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા દઈ ને નમ્રતાપૂર્વક પ્રભુને નમસ્કાર કર્યાં અને ઈન્દ્રની પાછળ બેસી ગયા. ખીજા લેાકેા પણ ઉચિત સ્થાને જઈને બેઠા.
ત્યારબાદ જગતના જીવાને ભવસાગરથી પાર ઉતારવાને માટે પ્રભુએ દેશના દીધી કે આયુષ્ય કમળના પાંદડા ઉપર રહેલા પાણીની જેમ અત્યંત ચંચળ છે. લક્ષ્મી પંતની જેમ વહેતી છે, સ્થિર નથી. યૌવનાવસ્થા સંધ્યા સમયે વાદળાની લાલી જેવી છે. તથા પ્રિય વસ્તુના સંગમ અત્યંત કલેશમય છે. જીવાનુ શરીર દુઃખનુ ઘર છે. તથા પુત્ર મિત્ર કલત્રાદિ અનેક પ્રકારની આંધીઓને