________________
સર્ગ : ૧૬ ] . .
[૪૪૫ અપૂર્વ સુખ ઉત્પન્ન થયું. હજાર રાજાઓએ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. નેમિનાથને નમસ્કાર કરીને ઈન્દ્ર, કૃષ્ણ, પાંડે પિતાપિતાના સ્થાને ગયા.
બીજે દિવસે પ્રભુએ વરદત્તના ત્યાં પરમાન્સથી પારણું કર્યું. વરદત્તના ત્યાં દેવતાઓએ પુષ્પ, ગંધ, જલ, રત્નની વૃષ્ટિ કરી. દુંદુભિના નાદ કર્યા. વસ્ત્રોને વરસાદ વરસાવ્યું. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરવાને માટે ગામ-નગરમાં પ્રભુ વિહાર કરવા લાગ્યા, દ્વારકામાં આવેલા પાંડવોએ કૃષ્ણની સાથે ઘણા દિવસે એક ક્ષણની જેમ વ્યતિત કર્યા.
ચેપન દિવસ વિહાર કર્યા બાદ નેમિનાથ ફરીથી તે સહસાગ્ર વનમાં પધાર્યા. ત્યાં અઠમ તપથી યુક્ત પ્રભુને વેતસ વૃક્ષની નીચે આસો સુદ દશમના ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો વેગ થયો ત્યારે કાલકપ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી તીર્થકર ભગવાનના કેવળજ્ઞાનને જાણી દેવાથી પરિવરેલો ઈન્દ્ર ત્યાં આવ્યો. દેવતાઓએ સમવસરણની રચના કરી, ત્યારબાદ પૂર્વ– દ્વારથી પ્રભુએ પ્રવેશ કરી વીશ ધનુષની ઉંચાઈવાળા અશોકવૃક્ષની પ્રદક્ષિણા કરી નમ તીર્થાયઃ આ પ્રમાણે બેલી પૂર્વ સન્મુખ મુખ રાખી સિંહાસન ઉપર બીરાજમાન થયા. દેવતાઓએ બીજી ત્રણ બાજુ પણ સિંહાસન બનાવી પ્રભુના પ્રતિબિંબની સ્થાપના કરી. ત્યારબાદ