________________
સર્ગઃ ૧૬]
[૪૪
નાથ ! આપના વિના મારા આ બધા આભૂષણે. સર્વથા નકામા છે. આ પ્રમાણે બેલતી રામતીએ પિતાના બધા આભૂષણો કાઢી નાખ્યા. અને નેમિકુમારના વિયેગમાં જમીન ઉપર આળોટવા લાગી, છાતી કૂટતી રડવા લાગી. તેની સખીઓએ તેને ખુબ જ સમજાવી અને કહ્યું કે લગ્ન થયા પહેલાં બીજા કેઈપણ પુરૂષની સાથે વિવાહ થઈ શકે છે. સખિઓના વચનો સાંભળી રાજીમતીએ કહ્યું કે આપ લેકેના આ વચને અવિવેકના સમુદ્ર સમાન છે. મેં દેવતાઓને પણ અધિક પ્રિય એવા નેમિકુમારની યાચના કરી હતી. પિતાજીના કહે-- વાથી તેઓએ મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કન્યા તે એકજવાર આપવામાં આવે છે. નેમિકુમાર સિવાય બીજાની સાથે લગ્ન કરવા તે તો કુળમાં કલંક લગાડવા જેવી વાત છે. નેમિકુમાર મારા પતિ ન બન્યા તેમાં હું શું કરું? પણ મારે પુણ્યદય જાગ્રત હશે તે. તેઓ જરૂરથી મારા વતારવાર્ય તે બનશે જ? જે હાથ લગ્નની ચોરીમાં ન આવ્યું તે હાથ જરૂર મારા મસ્તક ઉપર તો આવશે જ. આ પ્રમાણે રાજીમતી મનમાં વિચાર કરી દીક્ષા કાળની પ્રતીક્ષા કરવા લાગી. - વાર્ષિક દાન આપીને નેમિકુમાર ભવસાગર પાર ઉતરવાને માટે વહાણરૂપ ચારિત્રને માટે તૈયાર થયા.. દેવતાઓએ આવીને વિધિપૂર્વક અભિષેક વિગેરે કરીને ઉત્તરકુરૂ નામની પાલખી ઉપર નેમિકુમારને બેસાડ્યા.