________________
૪૬૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે મેં તેને વિનંતી કરી, તેણે મને કહ્યું કે પાંચાલી મહાન પતિવ્રતા છે. તે બીજાની સાથે કેઈપણ દિવસ પ્રેમ નહી કરે, પરંતુ હું આપનું વચન માનીને લઈ આવું છું. આ પ્રમાણે કહી તે દેવ મારી આજ્ઞાથી મહેલમાં સુતેલી દ્રૌપદીને અવસ્થાપિની વિદ્યાથી વશ કરીને તેણીને અહીં લઈ આવ્યું. જ્યારે તેણી નિદ્રામુક્ત બની ત્યારે પિતાના આવાસને નહી જેવાથી ખૂબ જ ચિંતાતુર બની, મેં તેને બધી વાત સમજાવી, કહ્યું કે “હું તારો દાસ છું” મારૂં નામ પદ્મનાભ છે અને અહીંને રાજા છું. તું મને તારે વલ્લભ માનજે, થોડીવાર વિચાર કરીને દ્રૌપદીએ કહ્યું કે એક મહિના સુધી કેઈ નહી આવે તે હું વચન માન્ય કરીશ, સમુદ્રની પાર જંબુદ્વીપમાંથી કેણ આવશે? આ પ્રમાણે વિચારીને મેં પણ તેના વચનને માન્ય કર્યું. પરંતુ અલૌકિક મહિમાસંપન્ન આપ લે કે તે તેની પાછળ જ આવી ગયા, આ પ્રમાણે કહીને કૃષ્ણની રજા લઈ પદ્મનાભ પિતાની નગરીમાં પાછા આવ્ય, કૃષ્ણ પાંડ સહિત દ્રૌપદીને લઈ પાછા ફર્યા.
' તે વખતે ચંપાનગરીમાં પૂર્ણભદ્રક' નામના ઉદ્યાનમાં મુનિસુવ્રત તીર્થંકર પરમાત્મા પધાર્યા, તે વખતે પાંચજન્ય શંખના અવાજને સાંભળી સમવસરણમાં બેઠેલા “કપિલ” નામના વાસુદેવે મુનિસુવ્રત સ્વામિને પૂછ્યું કે ભગવાન ! મારા જે બીજે કોણ છે? જેનાથી શંખને અવાજ થઈ રહ્યો છે? તીર્થંકર પરમાત્માએ કપિલને પદ્મનાભની