________________
૪૦૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય આજ્ઞાથી રાજય કરે. કૃષ્ણના વચને સાંભળી ક્રોધાવેશમાં જરાસંઘે કહ્યું કે અરે ગોપાળ! હમણાં તું ખુબજ બિટકબોલે બને છે. અરે નીચ ! કુતરાને પણ હાડકાના ટુકડાથી ખુબજ અભિમાન આવે છે. એવી રીતે એક લેખંડના ટુકડાથી શા માટે આટલું બધું અભિમાન કરે છે? આ પ્રમાણે ઉગ્ર વચનોથી નિંદા કરતા જરાસંઘે કૃષ્ણની ઉપર બાણને વરસાદ વરસાવ્યો. પોતાના જ ચક્રથી પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે આ પ્રમાણેના આગમ વચનોને સત્ય કરવાને માટે કૃષ્ણ તેની ઉપર ચક ચલાવ્યું. તે ચક જરાસંઘને શિરચ્છેદ કરીને વાસુદેવ કૃષ્ણના હાથમાં પાછું આવ્યું. કૃષ્ણના અપૂર્વ બળને જોઈ દેવતાઓએ કૃષ્ણની ખુબ પ્રશંસા કરી અને તેમની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. ત્રણે લોકમાં કૃષ્ણના અભ્યદયની જાહેરાત કરતા દેએ દુંદુભિના વાજીત્રથી જગતને શબ્દમય બનાવી દીધું.
ત્યારબાદ નેમિનાથે જે રાજાઓને રોકી રાખ્યા હતા તેઓને છોડી મૂક્યા. તે બધા રાજાઓએ નેમિનાથને વિનંતિ કરી કે કૃષ્ણ અમારે વધ કરી નાખશે. આપે અમને રોકી રાખ્યા હતા એટલે જ અમે જીવતા રહી ગયા છીએ પરંતુ કૃષ્ણ અમારી ઉપર ક્રોધ કરીને અમને મારી નાખશે માટે આપ અમને બચાવી લેવાના ઉપાય કરજે. તેઓને બચાવવાની પ્રતિજ્ઞા કરીને, તે રાજાઓને સાથે લઈને નેમિનાથ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ અને નેમિ