________________
સર્ગઃ ૧૬ ]
[૪૨૫ કહીને તેના ગયા પછી કૃષ્ણને આનંદની સાથે ચિંતા થવા લાગી. - અમારા કુળમાં નેમિકુમાર ચક્રવતિ ઉત્પન્ન થયા છે. પાંચજન્યને જ્યારે હું વગાડતો હતો ત્યારે પણ આવો અવાજ આવતો નહોતો. ભૂમંડલ ઉપરના તમામ કુળમાં, વંશમાં હરિવંશ અલંકાર રૂપ છે. તેમાં પણ આવા નરરત્નોથી હરિવંશ શણગારાએલ છે. એટલામાં ઉત્સુકતારહિત તથા નિરભિમાન નેમિકુમાર પણ સભામાં આવી પહોંચ્યા.
ભાઈ ઉપરના અપૂર્વ પ્રેમથી કૃષ્ણ નેમિકુમારને પૂછ્યું કે ભાઈ ! તમે પાંચજન્ય શંખ વગાડે તેથી બલરામ જેવા વીરપુરૂષ ક્ષોભ પામ્યા તો પછી બીજા રાજાઓની વાત શું કરવી ! એટલા માટે તમારા બાહુબળની પરીક્ષા કરવાની મને ઈચ્છા થઈ છે. થોડીવાર માટે આપણે બંને આપણું બળની કસોટી કરી લઈએ. નિર્વિકાર નેમિકુમારે કૃષ્ણની વાતનો સ્વીકાર કર્યો.
બળરામને મધ્યસ્થ બનાવીને નેમિકુમારનો હાથ પકડી કૃષ્ણ અખાડા તરફ ચાલવા લાગ્યા. કૃષ્ણના નિશ્ચયને જાણી અપરિમિત ભુજા બળવાળા નેમિકુમારે ગંભીરતાથી કહ્યું કે ભરતાર્ધપતિ ! આ યુદ્ધ તો પામરેનું છે. ફેગટ શરીરને ધૂળથી શા માટે બગાડવું? માટે મોરારિ ! ફક્ત ભુજાબળથી જ આપણું બંનેના બળની પરીક્ષા કરી લઈએ. નેમિકુમારની વાતને સ્વીકાર