________________
૪૪૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પ્રાપ્ત કરાવ્યા છે. એટલે હું તે કર્મોનો સથા નાશ કરવાની ઈચ્છા રાખુ છુ.. પાંચ સમિતિથી પ્રશ'સનીય સંયમ રૂપ ઘેાડા ઉપર બેસીને તીક્ષ્ણ તપ શસ્ત્ર દ્વારા તે શત્રુઓનો નાશ કરીશ. આ પ્રમાણે નેમિકુમારના એજસ્વી વચન સાંભળી શિવાદેવી-સમુદ્રવિજય સૂચ્છિત થઈ ગયા. કૃષ્ણે તેમને આશ્વાસન આપી નેમિકુમારને કહ્યું કે કુમાર ! તમારા જેવા દયાળુ-કૃપાળુ તેા જગતમાં ખીજા કાઇ નથી. તમે દયાથી આ તિયંચ જીવાને છોડાવ્યા પરંતુ માતાપિતાને શા માટે દુઃખ સાગરમાં ડુબાડી રહ્યા છે ? માતા પિતાને શાંતિ આપવી તે સત્પુત્રનુ કવ્ય-ફરજ છે. અમારી-માતાપિતાની તથા રાજીમતીની સ્થિતિ જોઇ તમે જરૂરથી લગ્નોત્સવ કરવા પધારા. નેમિ કુમારે હસીને કહ્યુ'. આવા કાર્યમાં માતાપિતાએ દુઃખી થવું નહિ જોઈ એ. ભયકર જવાલાએથી મળતા ઘરમાંથી અહાર જતા પુત્રને જોઇ કયા માતાપિતાને આનă નહિ થતા હૈાય ? શું માતાપિતા મારા સુખને જોઇ નહિ શકે? અથવા માતાપિતા મારા કર્મોમાં ભાગ પડાવે તે તેમના આદેશથી હું લગ્નોત્સવના સ્વિકાર કરૂ.... પરંતુ કાઈ કાઇના ક`માં ભાગ પડાવી શકતા નથી. ગરીમથી માંડીને દેવેન્દ્ર સુધીના તમામ જીવા પાતપેાતાના કના ફળને ભાગવે છે. કષાય વિષયના ખેલાવેલા તે કર્મોથી હું ગભરાઈ ને તપના આશ્રય લેવા જાઉં છું. જેમ સૂર્યથી અંધકારના નાશ થાય છે તેમ તપથી આ ક્રમના નાશ થાય છે.