________________
૩૯૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ જરાસંઘે કહ્યું કે સમક! હું તને કાંઈક પુછવાની ઈચ્છા રાખું છું. તું કહે કે તે ગોપાલ કે છે? કેટલે બળવાન છે? તેની નીતિરીતિ કેવી છે? તેણે કહ્યું કે દેવ ! આપ જે નારાજ ન થાય તે હું કાંઈક કહું દેવ! તે ગપાળ સાક્ષાત્ શૂરતા, શરીરધારી, ઉત્સાહ તથા નવીન કામદેવ સમાન સુંદર છે. તેને જેવાથી ડગલે ને પગલે સ્ત્રીઓ તથા શત્રુઓના શરીર કંપાયમાન થાય છે. તમારા સમાન તે ત્યાં કોઈ નથી. પરંતુ મોટા મોટા વીર પુરૂષથી શેભતી તેની ચતુરંગી સેના ખુબ જ પ્રતાપી છે, તે ગોપાળના નાનાભાઈ સમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર તે શત્રુઓના કાલ જેવા છે. તેના પરાક્રમની તે વાત શું કરવી ! પિતાની ભૂજા ઉપર પૃથ્વીને ઉચકવાની તાકાત ધરાવે છે, વળી તે નેપાળના મોટા ભાઈ બલદેવ નામથી પ્રસિદ્ધ છે. તે તે યુદ્ધમાં શત્રુઓને માટે વિનાશકારી છે, આ પ્રકારે શત્રુસેનામાં ત્રણ જણ તે અતિરથી છે. વળી તેમના પુત્રો મહારથી છે, કૃતજ્ઞ પાંડવો પણ પિતાના પ્રાણથી તેમને મદદ કરવાને માટે તૈયાર છે. નમંડળમાં તારાઓની સમાન આપના સિનિકે સૂર્યચન્દ્ર સમાન ભીમ અર્જુનને યુદ્ધમાં કેમ સહન કરી શકશે! ઉત્પાતના પવન જેવા ભીમને ધૂળની સમાન કૌરને ઉડાડતા કેણે નથી જોયા? આપણી સેનામાં તે ફક્ત આપ જ અતિરથી છે, બીજા રાજાએ જે આપના સહાયક છે તે પણ સમય પર કામમાં આવે તેમ નથી.
વિષ્ણુ (કૃષ્ણ)ની નીતિથી તે આપ પોતે જ પરિચિત