________________
૩૭૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કોધથી લાલ લાલ આંખેવાળા કણે અર્જુનને કહ્યું કે અર્જુન ! મેડું ન કર. જલ્દીથી આગળ વધ. વીર પુરુષે તથા કવિઓને પદકમ તો મહાન અને માટે હોય છે. ઓજસ્વી હોય છે. જગતમાં અદ્વિતીય પરાક્રમી માનવાવાળા તને હું આજે મારા પરાક્રમનો પરિચય કરાવું છું. માટે જે તારામાં શક્તિ હોય તે મારી સામે લડવા માટે આવી જા. આજે મારા પ્રતાપરૂપ પ્રલયકાળનો સૂર્ય તારા ભુજબળ સાગરનું પાન કરી પાંડુરાજાના કુળને બાળવા માટે ઈચ્છા રાખે છે. આજે હું પાંડવોનો સંહાર કરી દુર્યોધનના સામ્રાજ્યને નિષ્કટક બનાવીશ.
અહંકાર ગર્ભિત કર્ણના વરાને સાંભળી ધીરતાથી અજુને કહ્યું કે રાધેય! તારા જે પરાક્રમી જગતમાં તો કેઈ નથી. તારા જેવો તેજસ્વી જગતમાં સૂર્ય સિવાય કેઈ નથી. પરંતુ સજજન પુરૂષે પિતાના મુખથી પિતાની પ્રશંસા કરતા નથી. જેમ અંધકારને નાશ તો સૂર્યોદય બતાવી આપે છે. તેમ સજજન પુરૂષએ કરેલા કાર્યથી જ તેની પ્રશંસા થાય છે. શબ્દોથી બેલવામાં શૂરવીરે ઘણું હોય છે. પરંતુ આચરણમાં શૂરવીર જવલ્લેજ હોય છે.
અર્જુનના આ પ્રકારના બોલવાથી કણે કાલકૃષ્ટ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. અર્જુને પણ પોતાના ગાંડીવ ધનુષ્ય ઉપર બાણ રાઢાવ્યું. અને વીરે બાણની વર્ષા કરવા લાગ્યા. બન્નેના ધનુષ્ય ટંકારના અવાજથી દેવતાઓને કર્ણાર્જુન યુદ્ધ જેવા માટે આમંત્રણ મળ્યું. કર્ણના