________________
સર્ગ : ૧૩
[૩૮૭ તે વખતે તે તે દ્રૌપદીના વાળ ખેંચ્યા હતા. હવે ચરની જેમ સંતાઈ જાય છે શા માટે? જે તું નહિ નીકળે તે અર્જુન અગ્નાસ્ત્ર બાણથી સરેવરને સુકાવી નાંખશે. અમારા પાંચમાંથી જેની સાથે તારે યુદ્ધ કરવું હોય તેની સાથે તું કર. અમારા પાંચમાંથી એકને પણ તું જીતીશ તો અમે અમારો પરાજય માનીશું અને તું રાજા બની જઈશ. યુધિષ્ઠિરના કડવા વચન સાંભળી ક્રોધાવેશમાં દુર્યોધન સરોવરમાંથી બહાર નીકળી આવ્યું. અને ભીમની સાથે ગદાયુદ્ધ કરવાનો નિર્ણય કર્યો.
આ પ્રમાણે પાંડે દુર્યોધનને યુદ્ધ ભૂમિમાં લઈ આવ્યા. ભીમની સાથે ગદાયુદ્ધ થવા લાગ્યું. દેવતાઓ પણ ગદાયુદ્ધ જેવા માટે આકાશમાં એકઠા થયા. ગદાયુદ્ધ વિશારદ બલભદ્ર પણ ત્યાં આવી ગયા. થોડા લોકો ભીમની તો થોડા લેકે દુર્યોધનની પ્રશંસા કરવા લાગ્યા. કેઈક લેક તો એટલા માટે દુર્યોધનની પ્રશંસા કરતા હતા કે એકલો હોવા છતાં પણ દુર્યોધન યુદ્ધ કરી રહ્યો છે. કેટલાક એટલા માટે નિંદા કરતા હતા કે દુર્યોધને જ કુરૂકુળને વિનાશ કર્યો.
દુર્યોધન અને ભીમ પિતાપિતાની ગદાઓને ફેરવવા લાગ્યા. ગદાયુદ્ધના અભ્યાસી પોતપોતાની કલાઓનું પ્રદર્શન કરતા લેકેને આનંદ આપવા લાગ્યા. દુર્યોધને દષ્ટિ ફેરવીને ભીમના માથામાં ગદા પ્રહાર કર્યો. તે વખતે ભીમના માટે જગત ફરતું લાગતું હતું. ભીમે