________________
૩૪૦ • ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
શત્રુઓને માટે ધુમકેતુ સમાન આ શલ્ય છે. કરધ્વજ શત્રુઓના જીવિતવ્યનું હરણ કરનાર લાલઘેાડાવાળા આ જયદ્રથ છે. પચભદ્ર ઘેાડાવાળા યુપજ આ ભૂરિશ્રવા છે. પ્રૌઢ હાથીના ધ્વજવાળા સુપ્રતિકહાથી ઉપર બેઠેલ આ ભગદત્ત છે. અને આ સુશર્મા વિગેરે નાના પ્રકારની ધ્વજાઓવાળા તથા જુદા જુદા રંગના ઘેાડાઓવાળા અનેક રાજાએ દેખાય છે. વિજયદ્વીપમાં જવાવાળા યુધિષ્ઠિર રાજાને માટે આ મધ્યવતી સમુદ્ર છે અને તમારૂ ધનુષ્ય જ આ સમુદ્રને પાર કરવામાં વહાણુરૂપ છે.
કૃષ્ણની વાણી સાંભળી અર્જુન ધનુષ્યને છેડી રથના એકખુણામાં બેસી ગયા. અને અર્જુને કૃષ્ણને કહ્યું કે આ ગુરૂજના ! સંબંધીએ તથા ભાઈ એને મારવા માટે મારા અંતરમાં જરાપણ ઉત્સાહ આવતા નથી. ગુરૂજના તથા વિડલા અને બંધુએના વધનું કારણ બને તેવા મને આ રાજ્યના, લક્ષ્મીના, પુરૂષાર્થ કરવાનુ પ્રયાજન શું ?
ભીષ્મ પિતામહના ખેાળામાં રમ્યા છે. તેમની ઉપર મારાથી ખાણુ કેમ છેડાય ? જે દ્રોણગુરૂએ વાત્સલ્યભાવથી મને અશ્વત્થામાથી પણ અધિક ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું છે. તેમને હું યુદ્ધમાં કેમ મારૂં ? ગમે તેટલે અપકાર કરે તાપણ ભાઈ તે ભાઇજ છે. તેમની ઉપર મારાથી આણુ કેમ છેડાય ? મારૂં ધનુષ્ય પણ લજ્જા અનુભવે છે.
અર્જુનના વચનાને સાંભળી કૃષ્ણે કહ્યું કે વીરાવત...સ! ક્ષત્રિયધમ વિરૂદ્ધ તમારે આ કયા પ્રકારના