________________
સર્ગઃ ૧૪]
[૩૫૩ - ડીવાર પછી ભીમે કૃષ્ણની સામે આંખને ઈશારે કરીને કૌરે પાંડવોને કહ્યું કે મને તરસ ઘણું લાગી છે. માટે પાણી લાવી મારી તરસ મટાડી મારા આત્માને શાંતિ આપે. તે લેકેએ સ્વચ્છ અને સુગંધિત પાણી લાવી આપ્યું. દૂરથી જ ભીમે તે પાણી લાવનારને રોકીને કહ્યું કે જે પાણી સીર્યના સ્પર્શથી રહિત હાય અને સૂર્યના કિરણોને જે પાણીને સ્પર્શ ન થયે હોય તેવું પાણી પીવા માટે મારું મન તલસી રહ્યું છે ત્યારે તે લોકોએ કહ્યું કે એવું પણ તે માનસરોવરમાં પણ દુર્લભ છે. આ પ્રમાણે તે બધાને કર્તવ્ય વિમુખ જોઈને ભીમે ફરીથી અર્જુનની તરફ દ્રષ્ટિપાત કર્યો. ત્યારે ભીષ્મ માતામહને અભિપ્રાય જાણીને અને વરૂણાસ્ત્રને પ્રયોગ મુખ નીચે કરીને કર્યો. લેકોએ અનની કીતિ સમાન સ્વચ્છ પાણી જમીનમાંથી નીકળતું જેયું. પાંડવ કૌરવોની અનુક્રમે સફેદ તથા શ્યામ દ્રષ્ટિઓથી તે પાણી ગંગાજમનાના સંગમનું પાણી બની ગયું. તે પાણી લઈને અજુન ભીષ્મની પાસે ગયો. ભીષ્મ જોઈને ખુશ થઈ કહ્યું કે વત્સ! આ પાણીને જોઈ તરત જ મારું મન પ્રસન્ન બની ગયું છે. તું યુધિષ્ઠિરની પાસે જઈને બેસ. અને આ અલૌકિક જગતમાં વિજયને મેળવ.
- પાંડવાની કીર્તિથી મલીન દુર્યોધનના મુખને ઊંચું કરતા પિતામહે હિતોપદેશ આપે વત્સ! મોટા પુણ્યથી જ આ કુરૂકુલમાં કેઈ આત્મા જન્મ લે છે. કુરૂવંશીઓના ૨૩