________________
૩૫ર]
[પાંડવ ચરિત્ર મહાક્રવ્ય કહેતા શેકરૂપી અંધકારમાં ડૂબી ગયા. અને યુદ્ધને બંધ કર્યું. વિનયવંત પાંડવ કૌર નજીકમાં જ પર્વતની ગુફામાં રહેલા ભદ્રગુપ્તાચાર્યની પાસે ભીષ્મ પિતામહને લઈ ગયા. સંજય દ્વારા ભીષ્મનો વૃત્તાંત સાંભળી સંજયની સહાયતાથી ધરાષ્ટ્ર પણ ત્યાં પહોંચી ગયા. કરૂણ કલ્પાંત કરતા કૌરવપાંડવો દ્વારા ઉપચાર કરવામાં આવવાથી ભીષ્મ શુદ્ધિમાં આવ્યા. ભીષ્મ પિતાની દ્રષ્ટિ તમામ પૌત્રે ઉપર નાખી. ભીષ્મને શુદ્ધિમાં આવેલા જાણું કૌરવપાંડવ ખૂબ જ આનંદિત બન્યા. ભીમે ધીમે ધીમે પૌત્રોને કહ્યું કે કોઈ જાતને આધાર નહિ હોવાથી મારી ગરદન દુઃખે છે. ત્યારે તેઓએ સુંદર તકીઓ લાવીને આપે. તકીઆ ઉપર માથું મુકવાની ના કહી. ભીમે અર્જુન અર્જુન કહીને અર્જુનની તરફ દ્રષ્ટિપાત કર્યો. તેમના અભિપ્રાયને જાણી અજુને પણ બાણને તકીઓ બનાવ્યું. સાધુ, સાધુ, બોલતા ભીષ્મ પિતાના હાથથી અર્જુનના શરીરને સ્પર્શ કર્યો. ભીષ્મને નમસ્કાર કરી યુધિષ્ઠિરે કહ્યું કે તાત! જે આપની આજ્ઞા હોય તે હું મારી અંગુઠીના પ્રભાવથી આપના “ઘાને મટાડી આપું. ભીમે કહ્યું કે આ “ઘાનું મને જરાપણ દુઃખ નથી પણ ભાવશલ્ય મને અતિશય પીડા આપે છે. હવે ગુરૂમહારાજની કૃપાથી મારા ભાવશલ્યના “ઘા” મટી જશે. જે માનવીઓ પિતાના શરીરને આત્મા માનીને બેઠા છે. તેઓને દ્રવ્યશલ્ય પીડા કરે છે.