________________
-સર્ગઃ ૧૩]
[૩૬૭ બળવા લાગ્યા. તે વખતે અર્જુને બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરીને અગ્નાસ્ત્રના પ્રભાવને શાંત કર્યો તે જ વખતે ભીમે માલવાધિપતિના અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો. અશ્વત્થામા મરી ગયે. અશ્વત્થામા મરી ગયે. આ પ્રમાણે સેનાઓએ શેરબકોર કરી મૂકો. - લેકોના વચને સાંભળીને દ્રોણાચાર્યના મનમાં પિતાના પુત્ર અશ્વત્થામાના મૃત્યુની શંકા થઈ. અર્જુન સિવાય ભીમ તથા કૃષ્ણ તે વાતને ખૂબ જોરથી પ્રચાર કર્યો, પરંતુ દ્રોણાચાર્યને તેમની ઉપર વિશ્વાસ આવ્યા નહિ. પરંતુ જ્યારે યુધિષ્ઠિરે પણ અસ્પષ્ટતાથી “હાય અશ્વત્થામા મરાયે. આ પ્રમાણે કહ્યું ત્યારે દ્રોણાચાર્યને મવિશ્વાસ પડે. પુત્રના શેકમાં દ્રોણાચાર્યે શસ્ત્રોને તરત જ ત્યાગ કર્યો. તે વખતે કૃષ્ણના કહેવાથી ધૃષ્ટદ્યુને બાણોના પ્રહારથી દ્રોણાચાર્યને રથમાંથી નીચે ફેંકી દીધા. તે વખતે અશ્વત્થામા નામને હાથી મરાયે છે. આપને પુત્ર મરાયે નથી. આ પ્રમાણે રાજાના કહેવાથી ક્રોધિત બનેલા દ્રોણાચાર્યે કહ્યું રાજન ! તમે વૃદ્ધ બ્રાહ્મણ ગુરૂને મારવા માટે જ આજન્મ સત્યવ્રત ગ્રહણ કર્યું છે? એટલામાં આકાશવાણી થઈ કે બ્રાહ્મણ ! આપ ક્રોધ કરશો નહિ અને શમામૃત સાગરમાં સ્નાન કરે. અત્યારે આપનું આ પ્રકારનું રૌદ્રધ્યાન સારૂં નથી ! ધીમદ્ ! આપ ધર્મ ધ્યાનમાં આરૂઢ થાવ. આયુષ્યને ક્ષય થવાની તયારી છે. આજે જ આપનું મૃત્યુ છે. સ્વર્ગલકનું સુખ અને લક્ષમી