________________
સર્ગ : ૧૩]
[૩૧૯ કોરસેનાની બાતમી આપી કે ભગદત્તના મૃત્યુથી શોધાયમાન થએલા દ્રોણાચાર્યું કાલે યુધિષ્ઠિરને પકડવા માટે ચક્રવ્યુહ રચવાને વિચાર કર્યો છે.
ગુપ્તચરના વચને સાંભળી પાંડેએ ચક્રવ્યુહ તેડવાના માટે સભ્યની સાથે વિચાર વિનિમય કર્યો. ત્યારબાદ પરાક્રમી અર્જુન પુત્ર અભિમન્યુએ કહ્યું કે જ્યારે હું દ્વારકા હતો ત્યારે કૃષ્ણના ઘરમાં કેઈના મુખમાંથી ચક્રવ્યુહમાં પ્રવેશ કરવાની વાતો મેં સાંભળી હતી. પરંતુ તેમાંથી નીકળવાનું હું જાણતો નથી. ભીમે કહ્યું કે સપ્તકને જીતવા માટે અર્જુન જશે તે પણ અમે લેકો ચક્રવ્યુહને તોડીને નીકળી જઈશું. આ પ્રમાણે વિચાર કરીને યુદ્ધથી થાકેલા બધા પિતપેતાના નિવાસ સ્થાનમાં ચાલ્યા ગયા. સવારના યુધિષ્ઠિર તથા અભિમન્યુના રક્ષણને માટે ભીમ વિગેરેને મુકી સંતકને જીતવા માટે અને પ્રસ્થાન કર્યું.
દ્રોણાચાર્યે યુદ્ધક્ષેત્રમાં આવી યુધિષ્ઠિરને પકડવા માટે સંસાર ચક્રની જેમ હુસ્તર ચક્રવ્યુહની રચના કરી. અભિમન્યુને આગળ કરી બધા પાંડે પણ ધનુર્ધારીઓની સાથે કુરૂક્ષેત્રના મેદાનમાં આવ્યા. બન્ને સેનાઓનું તુમુલયુદ્ધ થવા લાગ્યું. ત્યારે અભિમન્યુને આગળ રાખી પાંડેએ દ્રોણને જીતી લઈ દુર્ભેદ ચક્રવ્યુહનું ભેદન કર્યું: જેમ ક્ષમાથી કષાયને રોકી શકાય છે તેવી રીતે જયદ્રથે થરે પાંડવોને રોકી રાખ્યા. એકલા અભિમન્યુએ ચક્ર