________________
૩૩૦]
[પાંડવ ચરિત્ર મહાકા જરાસંઘ અને અભિમાની દુર્યોધન બને જણા વૃદ્ધોને ઉપદેશ સાંભળવાના નથી. જરાસંઘ દુર્યોધનને સંગ ગ્રીષ્મને તાપ અને કાલકૂટના સમાગમની જેમ છે નિશ્ચયથી આ બંને દાવાનળની સમાન કુલને બાળી નાખી પિતે પણ નાશ પામવાના છે. .
ત્યારબાદ ચંદ્ર કિરણોની સમાન કૌરવ સૈનિકેથી મજબુત બનેલ જરાસંઘનું સન્ય સમુદ્રની જેમ ચાલ્યું. બીજા હજારે રાજાઓ પણ તે સેનામાં સામેલ થયા હતા. તે વખતે શેષનાગે બીજા સર્પોને સાવધાન રહેવા માટે જણાવ્યું. ઘડાની ખરીના ઘાતથી પૃથિવી વ્યાકુળ બની ગઈ. આ પ્રમાણે કૌરની સેના સહિત જરાસંઘની સેના કેટરાવણની પાસે પહોંચી ગઈ કાલે પ્રાતઃકાળે જરૂરથી જરાસંઘ કુરુક્ષેત્ર પહોંચી જશે. કેમકે યુદ્ધના રસીયા વીર પુરૂષે યુદ્ધ ભૂમિમાં જવા માટે વિલંબ કરતા નથી. દૂત પાસેથી જરાસંઘની વાત સાંભળી પાંડવોની સાથે કૃષ્ણ અત્યંત રાજી થયા. કારણ કે સ્નેહિ કે શત્રુના સમાગમમાં સ્ત્રીઓ તથા વીરપુરૂષે ખૂબ જ આનંદિત બને છે. - સેવક પ્રત્યે અતિ પ્રેમ ધરાવતા સ્વામી ઉચિત ભેટ આપે છે. તેવી રીતે તે દૂતને ઉચિત પારિતોષિક અપાવ્યું. સૂર્યોદય થતાની સાથે જ જરાસંઘના સૈનિકે એજસ્વી કોલાહળ સંભળાય. ધીમે ધીમે આકાશમાં ધૂળની ડમરીઓ ચઢવા લાગી. જ્યાં કૃષ્ણ યુધિષ્ઠિરે ઘડાવ નાખે છે ત્યાંથી થોડે દૂર સરસ્વતી નદીના કિનારે નિર્ભય બલા