________________
સર્ગ : ૧૨ ]
. [ ૩૩ યુદ્ધભૂમિમાં પ્રમાદ તથા દયાળુપણું એ અર્ધરથી છે એમ મને લાગે છે.
ભીષ્મના વચન સાંભળી કાધાયમાન કણે કહ્યું કે, જ્યાં સુધી ભીષ્મ લડાઈમાં લડતા હશે ત્યાં સુધી અતિરથી બનીને પાંડવોની સાથે હું યુદ્ધ નહિ કરું. આ પ્રમાણે કહી પિતાના બાહુબલની સામે જગતને તુચ્છ માનતા કર્ણ કોધથી અંધ બનીને સભા છેડીને પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે.
આ પ્રમાણે કર્ણના ચાલ્યા જવાથી રાજા દુર્યોધન ખુબ જ દુઃખી થયા ત્યારે ભીમે કહ્યું કે રાજન ! શા માટે તમે દુઃખી થાવ છે? હું યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરૂ કે ન કરૂં તેમાં કર્ણને શું ? તેમના વચને સાંભળી દુર્યોધને કહ્યું કે તાત! તમે જે મારી ઉપર કૃપા કરે તે હું આપને એક વિનંતી કરું છું કે આપ કૃપા કરીને સેનાપતિપદને સ્વિકાર કરે. કેમકે શેષનાગ સિવાય પૃથ્વીને ભાર ઉપાડનાર કોણ છે ? કૌરવેન્દ્રના વચનને ભીમે સ્વિકાર કર્યો અને દુર્યોધને સેનાપતિપદ ઉપર ભીષ્મને અભિષેક કર્યો. ત્યારબાદ દુર્યોધને મોકલાવેલ બુદ્ધિમાન માગધ આવીને યુધિષ્ઠિરને કહ્યું કે રાજન! કૌરેન્દ્ર આપને કહેવડાવે છે કે આપને વિનાશ કરી યશની ઈચ્છાથી મેં જરાસંઘને પ્રથમ યુદ્ધની યાચના કરી છે. માટે કાલે પ્રાત:કાળે સેનાપતિ ભીમને આગળ કરીને યુદ્ધભૂમિમાં રહેલા મને આપ અવશ્ય જોશે. એટલા