________________
૩૦૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય પૂછ્યું કે કુલનું કલ્યાણ કેવી રીતે થાય? વિદુરજીએ કહ્યું કે આપ તો આ અનર્થનું કારણ છે, કારણ કે જન્મતાની સાથે જ દુર્યોધનને છોડી દેવાનું હતું. તે વખતે મારી વાતો આપને સારી લાગતી હતી તે હવે હું આપને શું કહું? જે પિતાના આંગણામાં ઉત્પન્ન થએલ વિષવૃક્ષને કાપી નાખતા નથી ત્યારે તે મેટું થયા બાદ અનેકના પ્રાણ હરે છે. ઘરમાં જ્યારે આગ લાગવાની શરૂઆત થાય છે ત્યારે બુઝાવતા નથી અને
જ્યારે આખા ઘરને આગ ઘેરી લે છે ત્યારે બુઝાવવા તૈયારી કરવાથી તે આગ બુઝે ખરી કે ? માટે રાજન ! તમે લેભને છોડી ધર્મને વિચાર કરો. તમારા પુત્રને દુરાગ્રહથી દૂર કરે નહિતર આખે વંશ મૃત્યુને મહેમાન બનશે. * શુદ્ધબુદ્ધિ વિદુરજીની ધૃતરાષ્ટ્ર ખુબ જ પ્રશંસા કરી અને કહ્યું કે તમારા વિના આવા હિતકર વચન મને કોણ કહેશે ? તમારી વાણું કડવી હોવા છતાં સારું પરિણામ આપવાવાળી છે, હું શું કરું? મેં દુર્યોધનને ઘણે સમજાવ્યું પરંતુ તે દુર્ભાગ્યવશે કશું સાંભળતા નથી. માટે આપણે બંને તેની પાસે જઈને એકવાર તેને સમજાવવાનો પ્રયાસ કરીએ. કોઈપણ સંજોગોમાં આંવનારી આફત બચી જાય તે કુરુવંશનું કલ્યાણ થાય. ''
આ પ્રમાણે વિચારીને બંને જણા દુર્યોધનની પાસે ગયા, ખુબ પ્રેમથી દુર્યોધનને સમજાવતા કહેવા લાગ્યા