________________
સર્ગઃ ૧૧]
[૩૦૭ તેઓ પહેલાં કરતાં અધિક તેજસ્વી દેખાય છે. માટે હું આપને કહું છું કે આપ તેમનું રાજ્ય તેમને સુપ્રત કરી દો નહિતર આપના કુટુંબનું કલ્યાણ નથી.
સંજયના વચનોથી અતિશય ક્રોધાયમાન બનેલા દુર્યોધને કહ્યું કે નિશ્ચય આ સંજય શત્રુઓને પક્ષપાતી બની ગયું છે. એટલા માટે તે તેમના પરાક્રમને બતાવી આપણને ડરાવે છે. સંજય એટલું પણ નથી જાણતા કે પાંચે પાંડવો મારા અસ્ત્રરૂપ રાક્ષસને પહેલે કાળીઓ બની જવાના છે. મારી પાસેથી રાજ્યલક્ષ્મી કોની તાકાત છે કે ખેંચી શકે? સિંહના દાંતમાંથી માંસને કોણ ખેંચી શકે છે? મેં બધા રાજાઓને મારા વશમાં રાખ્યા છે જ્યારે પાંડવોના પક્ષમાં કેવળ વિરાટેન્દ્ર, દ્રુપદ અને કૃષ્ણ છે, આ પ્રમાણે હોવા છતાં પણ અમારી નિંદા કરવાવાળા સંજયની જીભ કેમ બળી જતી નથી? - ત્યારબાદ કર્ણ, દુઃશાસન વિગેરે દુર્યોધનની વાતનું સમર્થન કર્યું. સંજયને આ પ્રમાણે ઠપકો આપી દુર્યોધન ચાલ્યા ગયા ત્યારે વિદુરજી આદિએ મનમાં વિચાર કર્યો કે હવે જલ્દીથી કુળનો વિનાશ થવાને છે.
ત્યારબાદ દુર્યોધને કુરુક્ષેત્રને માટે પિતાની સેનાઓને તૈયાર કરી, હસ્તિનાપુરના નગરજને કુરૂકુલવિનાશની શંકાથી મનમાં બહુ જ દુઃખી થયા.
બીજે દિવસે ધૃતરાષ્ટ્ર, વિદુરજીને બેલાવી એકાંતમાં