________________
૨૭૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય હું યુધિષ્ઠિર રાજાને “વલ્લવ' નામે રસેઈઓ છું. વળી ભીમે કહ્યું કે હું ફક્ત રઈશાળાને અધ્યક્ષ નહિ પરંતુ ત્યાંના બધા મલેમાં પણ શ્રેષ્ઠ હતું, પરંતુ તેઓના રાજ્યની નાશ થવાથી દુઃખી થઈને આમતેમ ફરતે ફરતો આપને ત્યાં આવ્યો છું. રાજાએ સુવર્ણથી સત્કાર કરી ભીમને પાકશાલાધ્યક્ષ બનાવ્યું.
કંચુક પહેરીને વાળ બાંધી બંને કાનમાં કુંડળને પહેરી આંખમાં અંજનને આંજી બીજી રીતે પણ સ્ત્રીને વેષ ધારણ કરીને અને રાજ મહાલયમાં પ્રવેશ કર્યો. લેકે તેને આશ્ચર્યથી જેવા લાગ્યા. ઝરૂખામાં ઉભા રહેલા રાજાએ અર્જુનનું સ્વરૂપ જોઈને ખુશી થઈ દ્વારપાલ દ્વારા તેને બોલાવ્યો. કહ્યું કે ભદ્ર! તું સ્ત્રી છે તે સ્ત્રીનું લક્ષણ સ્તન કેમ નથી? અથવા પુરૂષ છે તે સ્ત્રીવેશ શા માટે ? તારી આકૃતિ સ્ત્રી પુરૂષની આકૃતિ કરતાં જુદી છે, અહિં આવીને તારૂં સ્થાન કયાં છે? અને કહ્યું કે હું સ્ત્રી પણ નથી અને પુરૂષ પણ નથી. મારું નામ હે રાજન્ “બહટ છે અને હું નપુંસક છું. હું સ્ત્રી વેષમાં પૃથ્વી ઉપર ફરું છું, એક સમયે હું યુધિષ્ઠિરને ત્યાં રાજ્યભૂષણ નાટયાચાર્ય હતે. હું સંગીત શાસ્ત્રમાં રહસ્યજ્ઞ વિદ્વાન છું. રાજાએ સુવર્ણથી સત્કાર કરી પિતાની પુત્રી ઉત્તરાને શિક્ષણ આપવા માટે અર્જુનને નિયુક્ત કર્યો, અભ્યાસને માટે રાજાએ એક નવીન નાટયશાળા બનાવી.