________________
સ્ર ૧૦ ] .
[ ૨૧ હેવાથી, કીચકની બાબતમાં વિરાટરાજા કશું બેલી શકતા નથી ત્યારે અપરિચિતની જેમ સભામાંથી ઊઠીને યુધિષ્ઠિરે સૈરંધિને કહ્યું કે જો તારે પતિ બળવાન છે તો પછી કીચકના અવિનયને સહન નહિ કરી શકે માટે સરંદ્ધિ! તું તારા સ્થાનમાં જ. કીચક અવશ્ય આ પાપના ફળને ભેગવશે, યુધિષ્ઠિરની વાત સાંભળી દ્રૌપદી પોતાના સ્થાનમાં ચાલી ગઈ. કીચકના ખરાબ વ્યવહાર પ્રત્યે ધ્યાન નહિ આપતા રાજાએ સભાનું વિસર્જન કર્યું.
તે રાતના ધીમેથી રસોઈ ઘરમાં જઈ ભીમના પગને અંગુઠો દબાવી ભીમને જગાડો. ભીમે કહ્યું દેવી! તું શા માટે રડે છે? શા માટે ગભરાએલી દેખાય છે ? લાંબા શ્વાસોશ્વાસ શા માટે? દ્રૌપદીએ કહ્યું નાથ ! શું તમે જાણતા નથી કે નીચ કીચકે મારા પ્રત્યે કેવો અવિનય કર્યો છે ? શું હજુપણ તમે બધા તમારી જાતને જીવંત માને છે? જ્યારે આપની સામે જ મારી આવી દુર્દશા થઈ રહી છે, મને તો લાગે છે કે લક્ષ્મીની સાથે શૂરવીરતા પણ આપની ચાલી ગઈ છે. પક્ષી પણ પિતાની સ્ત્રીને પરાભવ સહન નથી કરી શકતા તો પછી માનવીઓની વાત શું કરવી ? દ્રૌપદીના વચન સાંભળી ભીમે કહ્યું કે રાજાએ જે સંકેતથી મને રોક ન હોત તો તે દુરાત્માને મારી નાખ્યો હોત. - જે આવતી કાલે તે દુષ્ટને હું યમરાજને દાસ નહિ બનાવું તે તું મને પુરૂષ માનીશ નહિ, તે દુષ્ટ ફરીથી