________________
સર્ગઃ ૧૦મે - *
[૨૮૯ આનંદાશ્રુ વહાવતા વિરાટ રાજાએ કંક, વલ્લવ, તંત્રિપાલ, ગ્રથિક નામથી પ્રસિદ્ધ પાંડવોને વિનય ભાવથી કહ્યું કે આજથી મારું રાજ્ય, જીવન આ બધું આપનું જ છે. આપ લેકની સહાયતાથી મેં દુઃખને સમુદ્ર પાર કર્યો છે.
વિરાટ રાજાએ જ્યારે પાંડવોની પ્રશંસા કરી ત્યારે લજિજત બનીને પાંડવોએ તેમને કહ્યું કે આ બધા પ્રભાવ આપને જ છે કે જેનાથી અમેએ શત્રુઓની ઉપર જીત મેળવી છે, આ પ્રમાણે કહીને પાંડવે ગાયોને હાંકી સેના સહિત રાજાને સાથે લઈને નગરની તરફ ચાલ્યા. નગરમાં આવીને રાજમંદિરમાં પ્રવેશ કર્યો, કંક વિગેરેને બહાર ઉભા રાખી રાજા જ્યારે અંતઃપુરમાં ગમે ત્યારે સુદેષ્ણના મુખાવિંદ ઉપર અત્યંત દુઃખ જોઈ રાજાએ પૂછયું કે તારૂં ચંદ્રમુખ કેમ મલિન દેખાય છે? મારા પ્રાણથી પણ અધિક પ્રિય ઉત્તરકુમાર કયાં છે? રાણી – એ કહ્યું કે આપના ગયા પછી ગોવાળોએ પિકાર કર્યો. જ્યારે કુમારે પૂછયું ત્યારે તે લેકેએ કહ્યું કે ઉત્તરદિશામાં ભીષ્મ, દ્રોણ, કર્ણ વિગેરેની સાથે દુર્યોધન રાજા પોતે જ ગાયને લઈ જાય છે. તે સાંભળી કુમાર કોધમાં આવી ગયો. તેણે કહ્યું કે જેમ અગત્યમુનિએ બલિ મુકુંદ સહિત સમુદ્રનું પાન કર્યું હતું તેમ મારી સામે દ્રોણ, કર્ણ વિગેરેની સાથે દુર્યોધન કોણ છે ? પરંતુ ચતુર સારથિ વિના યુદ્ધમાં જીત મેળવી શકાતી નથી. ગમે તેટલે પ્રબળ અગ્નિ હોય છતાં પવન વિના તે અગ્નિ ૧૯