________________
સર્ગઃ ૧૧ ]
[ ૩૦૩ યુધિષ્ઠિરને ક્રોધાગ્નિ શત્રુઓની સ્ત્રીઓના આંસુઓથી પણ બુઝાવાને નથી હે રાજન ! કિમૅર હિડંબ, બક, કીચક, વૃષકર્પર વિગેરેને મારનાર ભીમને પણ આપે આપના મનમાં કંઈ વિચાર કર્યો લાગતો નથી. વિરાટનગરમાંથી ગાયોનું હરણ કરનાર સુશર્માની દુર્દશાથી આપ ચિંતાતુર કેમ બનતા નથી ? વળી અર્જુનના બાણુ વડે શત્રુઓની કીર્તિરૂપ કૌમુદીવન મલિન બની ગયું છે. જે અને વિપક્ષને જીતી ઈન્દ્રને ફરીથી રાજ્ય સુપ્રત કર્યું છે. ભાનુમતી જ્યારે રડવા લાગી ત્યારે મોટાભાઈની આજ્ઞાથી અને આપને ગંધર્વથી છેડાવ્યા હતા, વિરાટનગરમાં ગાયના હરણ વખતે જે અને આપના વસ્ત્રોનું હરણ કર્યું હતું તે અર્જુનની પણ બીક નથી લાગતી ! નકુળ અને સહદેવ બંને ભાઈઓ પણ શત્રએના પ્રાણ લેવાવાળા છે. આ પ્રમાણે ચારે ભાઈએ નિશ્ચયથી તમારા પ્રાણ સહિત રાજ્યને લેવાના છે.
આ પ્રમાણે દૂતના વચનોને સાંભળી દુર્યોધને ક્રોધથી કહ્યું કે નીચ બ્રાહ્મણ ! તું દૂત છે એટલે તારે વધ થઈ શકે તેમ નથી. માટે તેને જેમ ઠીક લાગે તેમ તું બોલી શકે છે. પરંતુ જે તારી જીભમાં તાકાત છે તો તું જઈને તેઓને કહેજે કે કૃષ્ણ સહિત પાંડે કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. આ પ્રમાણે કહીને દુર્યોધને ધક્કા મારી તે દૂતને કાઢી મૂક્ય, દૂતને ધક્કો મારતા દુર્યોધનને જોઈ વિદુરજી વિગેરેએ માની લીધું કે હવે ભીમ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે.