________________
૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે દ્વારકામાં આવી પાંડે સહિત કૃષ્ણને જોઈ વિનય પૂર્વક કૃષ્ણને કહ્યું કે દેવ! દૂર્યોધન એટલે બધા ગર્વિષ્ઠ છે કે તેના પ્રત્યે ચારની નીતિ (શામ દામ દંડ ભેદ) માં શામથી સમજે તેમ નથી. ઉલટું તેનાથી તે વધારે ઉદંડ બને તેમ છે કેમકે ઘીથી અગ્નિ વધારે પ્રજવલિત બને છે. દુર્યોધનના શરણુ બધા રાજાઓ પૂજે છે. વળી ઈન્દ્રની લહમીને પિતે તરણું સમાન માને છે. સન્માન અને દાનાદિ ગુણો વડે રાજાઓને એટલા બધા ખુશ કર્યા છે કે જેથી તે રાજાઓ દુર્યોધનના માટે પિતાના પ્રાણોને પણ આપવા તૈયાર છે. ભીષ્મ દ્રોણ વિગેરેને પણ પિતાના તરફ આકર્ષ્યા છે કે સમાન સંબંધ હોવા છતાં પણ તે બધા દુર્યોધનને વિજ્ય ઈચ્છી રહ્યા છે. પિતાની ચતુરંગી સેનાના બળથી ઈન્દ્રને પણ જીતી લેવાની ઈચ્છા રાખે છે. દિનરાત તેની સેના તૈયારી કરી રહી છે. તેને સૈનિકે બેલી રહ્યા છે કે હું કૃષ્ણને, હું અજુનને, હું ભીમને, હું નકુલને, હું સહદેવને, હું યુધિષ્ઠિરને મારીશ.
પૂરોહિત દૂતના વચન સાંભળી કૃષ્ણ કહ્યું કે હું તે પહેલેથી જ જાણતો હતો કે દુર્યોધન દંડથી સમજે તેમ છે. પરંતુ લોકાપવાદથી બચવા માટે જ મેં શામને ઉપયોગ કર્યો હતે. દુર્યોધનની આપેલી રાજ્ય લક્ષ્મી લેવામાં પણ મશ્કરી થવાની હતી. ભીમ અર્જુન નકુલ સહદેવ ચારે ભાઈઓએ પણ કહ્યું કે દુર્યોધને અમારું રાજ્ય પાછું આપવાની ના કહી તેજ સારૂ થયું છે નહિતર